Site icon

આજનો શુભ દિવસ – શ્રાવણ માસનો શુભારંભ

આજે ઉત્તર ભારતમાં અડધો શ્રાવણ મહિનો પૂર્ણ થઇ ગયો છે, પરંતુ મહારાષ્ટ્ર, ગુજરાત  સહિત દક્ષિણ ભારતમાં આજથી શ્રાવણ મહિનો શરૂ થયો છે. આ સમયગાળાને શ્રાવણની સંધિવેળા કહેવામાં આવે છે. શ્રાવણ, માત્ર એક મહિનો નથી. આ 30 દિવસનો સમયગાળો પરમાત્મા, પ્રકૃતિ અને પ્રેમની નજીક પહોંચવાનો છે. આ મહિનો શિવનો છે. શ્રાવણ ચાતુર્માસનો પહેલો મહિનો હોય છે. અહીંથી જ ભગવાનની ભક્તિ અને ઉત્સવોની ચાર મહિનાની સતત ચાલતી શ્રૃંખલા શરૂ થાય છે. શ્રાવણ આવતાં જ બધા ઉત્સવના મૂડમાં આવી જાય છે. હિંદુ કેલેન્ડરમાં પાંચમો મહિનો શ્રાવણ હોય છે. શિવ પુરાણ પ્રમાણે આ મહિનો શિવની નજીક આવવાનો સૌથી સારો સમય છે. દરવર્ષે શિવભક્તો શ્રાવણ મહિનામાં શિવ મંદિરે દર્શન કરવા જાય છે. જોકે આ વર્ષે કોરોના વાયરસની મહામારીના પગલે મંદિરે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે તેમજ ભીડ એકત્રીત ન થાય તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે નહીં તેમજ બહારથી આવતા યાત્રીકોએ લીંક મારફત આગોતરી નોંધ કરાવીને દર્શનનો લ્હાવો લેવા અનુરોધ કરાયેલ છે…

Join Our WhatsApp Community
Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version