Site icon

આજનો દિન વિશેષ – શિવરામ હરિ રાજગુરુની જન્મ જયંતિ.

શહીદ ભગતસિંહનું નામ ક્યારેય એકલુ લેવામાં આવતું નથી, રાજગુરુ અને સુખદેવનું નામ પણ ખૂબ આદર સાથે લેવામાં આવે છે. જેમણે ગુલામીની સાંકળોમાં ભારત માતાને પકડનારા બ્રિટિશ પોલીસ અધિકારીની હત્યા કરી હતી. તેમનું પૂરું નામ શિવરામ રાજગુરુ હતું. તેમનો જન્મ પૂણે જિલ્લાના ખેડ (હાલના રાજગુરુ નગર) નામના ગામમાં 24 ઓગસ્ટ 1908ના થયો હતો. તેઓ માત્ર 22 વર્ષની ઉંમરે દેશ માટે શહીદ થયા હતા. નાનપણથી જ રાજગુરુની અંદર જંગ-એ-આઝાદીમાં જોડાવાની ઇચ્છા હતી.  માત્ર 16 વર્ષની ઉંમરે, તે હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મીમાં જોડાયો. તેમના અને તેના સાથીદારોનો મુખ્ય ઉદ્દેશ બ્રિટીશ અધિકારીઓના મનમાં ભય પેદા કરવાનો હતો. 

ચંદ્રશેખર આઝાદ સિવાય, હિન્દુસ્તાન સમાજવાદી રિપબ્લિકન એસોસિએશન (એચએસએ) માં, ક્રાંતિકારીઓના સંગઠનમાં બીજો એક મહાન શૂટર હતો. લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું, તેમનો બદલો લેવા માટે રાજગુરુએ ભગત સિંહ અને સુખદેવ સાથે મળી લાહોરમાં અંગ્રેજ અમલદાર જે. પી. સૌંડર્સની હત્યા કરી. આ ઐતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા કરવામાં આવી હતી અને માર્ચ 23, 1931ના રોજ આ ત્રણે વીર ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી..

Join Our WhatsApp Community
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version