Site icon News Continuous Bureau | Mumbai

બ્યૂટી ટિપ્સ- લાંબા સમય સુધી સુંદર અને યુવાન દેખાવા માટે ટોનર ને કરો તમારા ત્વચા સંભાળની દિનચર્યામાં સમાવેશ-જાણો તેના ફાયદા વિશે

News Continuous Bureau | Mumbai

ચહેરાને અંદર અને બહારથી સાફ કરવા અને ચમકદાર રાખવા માટે ટોનર ખૂબ જ ફાયદાકારક પ્રોડક્ટ છે. આટલું જ નહીં, ટોનર ચહેરાને હાઇડ્રેટેડ રાખવામાં, ખીલ દૂર કરવામાં અને રોમછિદ્રોને ભરાયેલા રાખવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ આપણામાંથી મોટાભાગના લોકો ટોનરના આ ફાયદાઓ વિશે જાણતા નથી, કદાચ આ કારણે આપણે તેનો ઉપયોગ કરતા નથી. તો આજના આર્ટિકલમાં આપણે ત્વચાના ટોનરના કેટલાક અદ્ભુત ફાયદાઓ વિશે જાણવા જઈ રહ્યા છીએ.

Join Our WhatsApp Channel

1. પિમ્પલ્સ દૂર કરે છે

નખ-ખીલ થવાનું એક કારણ ચહેરા પર જમા થયેલી ગંદકી પણ છે, જેને ટોનરના ઉપયોગથી સરળતાથી સાફ કરી શકાય છે. જો પિમ્પલ્સે તમારા ચહેરાની સુંદરતા બગાડી છે, તો તમારી ત્વચા સંભાળની દિનચર્યામાં ટોનરનો સમાવેશ કરો.

2. ચહેરાના ખુલ્લા છિદ્રોને ઘટાડે છે

ચહેરા પર હાજર છિદ્રોમાં ધૂળ અને ગંદકી એકઠી થાય છે, જેને સામાન્ય ફેસવોશથી દૂર કરવી મુશ્કેલ છે. તેથી ટોનર આ છિદ્રોને અનક્લોગ કરવાનું કામ કરે છે. જેના કારણે ધૂળ અને ગંદકી જમા થતી નથી. આ સાથે તે ચહેરાને પણ ટાઈટ કરે છે.

3. મૃત ત્વચા દૂર કરવામાં મદદરૂપ

ચહેરા પરની ડેડ સ્કિનને દૂર કરવામાં પણ ટોનર ખૂબ જ અસરકારક પ્રોડક્ટ છે. તે ન માત્ર મૃત ત્વચાને દૂર કરે છે, પરંતુ નવા કોષોના નિર્માણમાં પણ મદદ કરે છે.

4. ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે

જેમ શરીરને હાઇડ્રેટ રાખવા માટે પાણીની જરૂર હોય છે તેમ ત્વચાને પણ હાઇડ્રેશનની જરૂર હોય છે. ત્વચાને હાઇડ્રેટેડ રાખીને તમે લાંબા સમય સુધી સુંદર અને જુવાન દેખાઈ શકો છો. તેથી ટોનર્સ ત્વચાનો ભેજ જાળવી રાખવાનું કામ કરે છે. એટલા માટે તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ.

5. ચહેરા પરથી વધારાનું તેલ અને મેકઅપ દૂર કરવામાં ઉપયોગી

ચહેરા પરથી વધારાનું તેલ અને ગંદકી પણ ટોનર વડે સરળતાથી દૂર કરી શકાય છે. તમે તેનો ઉપયોગ મેકઅપ રીમુવર તરીકે પણ કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ-ઘટ્ટ આઇબ્રો કરે છે ચહેરાની સુંદરતામાં વધારો-આ રીતે રાખો તેની સંભાળ

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version