Site icon News Continuous Bureau | Mumbai

લેન્ડલાઇનથી મોબાઈલ પર ફોન કરવા માટે બન્યા નવા નિયમ.. ટ્રાઈ 1 જાન્યુઆરીથી લાગુ કરશે.. જાણો વધુ વિગતો.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
25 નવેમ્બર 2020

મોબાઇલના જમાનામા પણ હજી લેન્ડલાઈન ફોનની સંખ્યા નોંધપાત્ર રહી છે. હવેથી દેશભરમાં લેન્ડલાઇનથી મોબાઇલ ફોનમાં કોલ કરવા માટે, ગ્રાહકોએ નંબર પહેલાં શૂન્ય ડાયલ કરવું ફરજિયાત રહેશે. દૂરસંચાર વિભાગે આ સંબંધિત ટ્રાઇના પ્રસ્તાવને સ્વીકાર્યો છે. ટ્રાઇએ 29 મે 2020 ના રોજ આવા કોલ માટેના નંબર પહેલાં 'શૂન્ય' ની ભલામણ કરી હતી. 

Join Our WhatsApp Channel

ટેલિકમ્યુનિકેશન્સ વિભાગે જણાવ્યું હતું કે, ટેલિકોમ કંપનીઓએ તમામ લેન્ડલાઇન ગ્રાહકોને ઝીરો ડાયલિંગ સુવિધા આપવી પડશે. આ સુવિધા હાલમાં STD કોલ એટલે કે તમારા ક્ષેત્રની બહારના કોલ્સ માટે જ ઉપલબ્ધ હતી. ટેલિકોમ કંપનીઓને આ નવી સિસ્ટમ અપનાવવા માટે 1 જાન્યુઆરી સુધીનો સમય ટ્રાઇ દ્વારા આપવામાં આવ્યો છે. ડાયલ કરવાની રીતમાં આ ફેરફારથી ટેલિકોમ કંપનીઓને મોબાઇલ સેવાઓ માટે 254.4 કરોડ વધારાના નંબર બનાવવાની મંજૂરી મળશે. તે ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરશે.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version