News Continuous Bureau | Mumbai
દેશમાં રેલવે (Iindian railway)દ્વારા મુસાફરોને વધુ ઝડપી અને સુવિધાજનક રેલ પ્રવાસ(travelling by train) પૂરો પાડવોનો પ્રયાસ કરી રહી છે. મુંબઈગરા માટે એસી ટ્રેન(AC local Train) ચાલુ કરવામાં આવી છે. તો બહારગામની એક્સપ્રેસ ટ્રેન(Express train) ઓછા સમયમાં વધુ અંતર કાપે તે માટે રેલવે પ્રયાસ કરી રહી છે. જે હેઠળ દક્ષિણ રેલવે(Southern Railway)એ શુક્રવારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ(Railway Minister Ashwini Vaishnav)ની ચેન્નાઈ(Chennai Visit)ની મુલાકાત દરમિયાન નેક્સ્ટ જનરેશન વંદે ભારત એક્સપ્રેસ(Next Generation Vande Bharat Express)નું સફળતાપૂર્વક ટ્રાયલ રન કર્યું હતું.
Vande Bharat train passed Kavach test. pic.twitter.com/VO2fWyA5wE
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 12, 2022
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન(Next Generation Vande Bharat Express)ની સફળતાપૂર્વક ટ્રાયલ(Successfully trial)નો વિડિયો મિનિસ્ટ્રી ઓફ રેલવેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. "નેક્સ્ટ-જનરલ વંદે ભારત એક્સપ્રેસનું ટ્રાયલ રન ICF, ચેન્નાઈથી પાડી અને પાછળ સુધી સફળતાપૂર્વક કરવામાં આવ્યું," રેલવે મંત્રાલયે એક ટ્વિટમાં જણાવ્યું હતું. આ ટ્રાયલમાં રેલવેને સફળતા મળી હતી. બહુ જલદી આ ટ્રેન પાટા પર દોડાવવામાં માંડશે એવો દાવો રેલવે ઓથોરીટી(Railway Authority)એ કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : લોકલ ટ્રેન યાત્રી કૃપયા ધ્યાન દે- પશ્ચિમ રેલવેના આ સ્ટેશનો વચ્ચે આજે 4 કલાકનો રહેશે નાઈટ બ્લોક
રેલવે મંત્રીએ શુક્રવારે નેક્સટ વંદે ભારત એક્સપ્રેસ રેકનું નિરીક્ષણ કર્યું જે બહુ જલદી પાટા પર દોડવાની છે અને ડ્રાઇવર કેબ સહિત કોચના આંતરિક ભાગોનું પણ નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ પછી, મીડિયાને સંબોધતા, મંત્રીએ નેક્સ્ટ-જનરલ ટ્રેન સેટ લાવવા માટે ICF ટીમને અભિનંદન આપ્યા અને કહ્યું કે વંદે ભારત ટ્રેનો વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)ના વિઝન મુજબ વિકસાવવામાં આવી છે.
અશ્ર્વીની વૈષ્ણવે કહ્યું હતું કે "આ વર્ષે, આઝાદીનું 75મું વર્ષ હોવાથી, 75 વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવશે અને તે દેશના તમામ ભાગોને જોડશે. ટ્રેનને લગભગ 15,000 કિલોમીટરના પરીક્ષણ માટે મોકલવામાં આવશે. તમામ પરીક્ષણો જેમ કે સ્થિર, ગતિશીલ , ઓસિલેશન અને તેથી વધુ હાથ ધરવામાં આવશે," મંત્રીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ICF આવી વધુ વંદે ભારત ટ્રેનોનું નિર્માણ કરશે અને ઉમેર્યું હતું કે ટ્રેનની ટેકનિકલ વિશેષતાઓ તેને વિશ્વ કક્ષાની ટ્રેન બનાવશે.
આ સમાચાર પણ વાંચો : આખરે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને મળી ગયા નવા દયાબેન – આ અભિનેત્રીની થશે શોમાં એન્ટ્રી