Site icon

યાત્રી કૃપયા ધ્યાન દે!! વેસ્ટર્ન રેલવેના આ સ્ટેશનો વચ્ચે આજે ટ્રાફિક બ્લોક, ટ્રેનોને થશે અસર.. વિગતે.

News Continuous Bureau | Mumbai

વેસ્ટર્ન રેલવે(Western Railway) દ્વારા પારડી અને અતુલ સ્ટેશન વચ્ચે આજે ટ્રાફિક અને પાવર બ્લોક હાથ ધરવામાં આવ્યો છે, આ બ્લોક પારડીઅને અતુલ સ્ટેશન(block between Pardi and Atul station) વચ્ચે ROB ના નિર્માણ માટે લેવામાં આવ્યો છે. તેથી બ્લોકને કારણે અમુક થોડી ટ્રેનો રેગ્યુલેટ કરવામાં આવી છે. તો અમુક ટ્રેનને ટર્મિનેટ તો અમુક આંશિક રીતે રદ કરવામાં આવવાની છે.

Join Our WhatsApp Community

વેસ્ટર્ન રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

ગુરુવાર, 12મી મે, 2022ના રોજ રદ કરાયેલી ટ્રેનોમાં ટ્રેન નંબર 09154 વલસાડ – ઉમરગામ(Valsad to Umargam) મેમુ અને ટ્રેન નંબર 09153 ઉમરગામ – વલસાડ મેમુનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો: શું રાહુલ દ્રવિડ ભાજપના કાર્યક્રમમાં હાજરી આપશે? આનો જવાબ ખુદ ટીમ ઈન્ડિયાના કોચે આપ્યો.

આજે અમુક ટ્રેનોને અસર થવાની છે, જેમાં  ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ – પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસને 30 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે, ટ્રેન નંબર 12471 બાંદ્રા ટર્મિનસ – શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્વરાજ એક્સપ્રેસ 15 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર 09724 બાંદ્રા ટર્મિનસ – જયપુર સમર સ્પેશિયલ 50 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર 12926 અમૃતસર – બાંદ્રા ટર્મિનસ પશ્ચિમ એક્સપ્રેસ 1.20 કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નંબર 22954 અમદાવાદ – મુંબઈ મધ્ય ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 1.30 કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે.. ટ્રેન નંબર 22475 હિસાર – કોઈમ્બતુર એસી એક્સપ્રેસ 1.00 કલાક માટે રેગ્યુલેટ કરાશે..

Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Exit mobile version