Site icon

બ્યૂટી ટિપ્સ- દરેક ના રસોડામાં મળી આવતી આ એક વસ્તુ થી ચહેરાનો ગ્લો અને ટોન બન્ને એક સાથે વધારવામાં મળશે મદદ

News Continuous Bureau | Mumbai

તેમાં કોઈ શંકા નથી કે તમે મેકઅપ(makeup) વડે તમારા ચહેરાને ચમકદાર બનાવી શકો છો, પરંતુ કુદરતી ગ્લો ઘણી હદ સુધી યોગ્ય ત્વચા સંભાળની દિનચર્યા અને આહાર પર આધાર રાખે છે. રોજ મેકઅપ કરવાથી ચહેરા પર આવા લેયર (layer)જમા થાય છે જે દેખાતા નથી, પરંતુ તેના કારણે ચહેરાની ચમક ખતમ થઈ જાય છે. તો આજે અમે તમને એક એવા ઘટક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના ઉપયોગથી ચહેરાની ચમક અને સુંદરતા વધી શકે છે.અને આ ઘટક છે લીંબુ. 

Join Our WhatsApp Community

1. એક કાકડીને(cucumber) છીણીને તેમાં લીંબુના રસના થોડા ટીપા ઉમેરો. તેને ઓછામાં ઓછા 10 થી 15 મિનિટ સુધી ચહેરા પર રાખો પછી ઠંડા પાણીથી ધોઈ લો. તમે દરરોજ તેનો ઉપયોગ કરી શકો છો. જેના દ્વારા તમને ક્લિયર અને ગ્લોઈંગ સ્કિન મળશે.

2. એક ચમચી એલોવેરા જેલમાં(aloe vera gel) લીંબુનો રસ મિક્સ કરો. તેને 10 થી 15 મિનિટ સુધી ચહેરા પર રાખો પછી હૂંફાળા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં બે-ત્રણ વાર લગાવો.

3. બે ચમચી નારિયેળ પાણીમાં(coconut water) લીંબુના રસના થોડા ટીપાં મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી રહેવા દો. આ પેકને ઠંડા પાણીથી ધોઈ લેવાનું છે.

4. ટામેટાના પલ્પમાં (tomato pulp)અડધા લીંબુનો રસ અને એક ચમચી દહીં ઉમેરો. આ પેકને ચહેરા પર લગાવો અને 15-20 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો. તેનાથી ત્વચાની ટેનિંગ પણ દૂર થશે. આ પેક અઠવાડિયામાં બે થી ત્રણ વાર લગાવી શકાય છે.

5. અડધો કપ પપૈયાનો પલ્પ (papaya pulp)લો, તેમાં એક ચમચી મધ અને અડધી ચમચી લીંબુનો રસ ઉમેરો. આ પેકને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો. ઝડપી અસર માટે દર બીજા દિવસે આ પેકનો ઉપયોગ કરો.

6. લીંબુનો રસ, મધ અને મિલ્ક પાવડર (milk powder)એકસાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી રાખો. પછી ઠંડા પાણીથી ધોઈ લો. દરરોજ આ પેકનો ઉપયોગ કરવાથી ગ્લોઈંગ સ્કિન મળશે.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ- જો તમારે તમારા ચહેરા પર સેલેબ્રીટી જેવો ગ્લો હોય તો બરફ ના પાણી થી કરો ત્વચા ને સાફ-મળશે બીજા ઘણા ફાયદા

India LPG Supply:LPG ના બે વિશાળ જહાજો ભારતની સમીપ! ૨૮ ટેન્કરોને સુરક્ષિત લાવવા સરકાર સજ્જ, ગેસ સંકટ હળવું થવાના સંકેત
US Strikes Major Targets in Iran:ઈરાન પર અમેરિકાનો પ્રચંડ પ્રહાર! ટ્રમ્પે અનેક ઠેકાણા નષ્ટ કર્યાનો કર્યો દાવો, તેહરાનમાં હાહાકાર.
The Land of Rumors:સોશિયલ મીડિયાના યુગમાં ‘અફવા પ્રધાન’ દેશ? મીઠાની અછતથી લઈને પેટ્રોલ પંપ પરની ભીડ સુધી, ભારતમાં અફવાઓ કેવી રીતે મચાવે છે હડકંપ.
Fuel Crisis India:હવે પેટ્રોલ પંપે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી! ₹0 ના ખર્ચે સ્કૂટર આપશે 100Kmની માઈલેજ, જાણો આ અનોખો ભારતીય જુગાડ.
Exit mobile version