Site icon News Continuous Bureau | Mumbai

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર કૉપી-પેસ્ટ ટ્વીટ પર લગાવશે લગામ.. જાણો વિગતે..

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ

Join Our WhatsApp Channel

29 ઓગસ્ટ 2020 

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટરે એક મોટો નિર્ણય લીધો છે. જેનાથી તમામ પાર્ટી અને સંસ્થાઓ માટે કામ કરનાર આઈટી સેલની મુશ્કેલી વધી જશે. ટ્વીટરે એવી ટ્વીટને છુપાવવાનો નિર્ણય લીધો છે જે કોપી-પેસ્ટ કરવામાં આવી હોય. એટલે કે જો આપ કોઈની ટ્વીટને કોપી કરીને પેસ્ટ કરી રહ્યા છો અથવા એક જ ટ્વીટ ઘણા લોકો ફોરવર્ડ કરી રહ્યા હોય તો આવી ટ્વીટ લોકોની ટાઈમલાઈનથી હાઈડ કરી દેવામાં આવશે.

ટ્વીટર એ આ જાણકારી પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આપી છે. Copypasta ટ્વીટનો ઉપયોગ સૌથી વધારે સ્પેમિંગ અને કોઈ કેમ્પેઈન માટે થાય છે. ઘણીવાર આપે જોયુ હશે કે હજારો એકાઉન્ટમાંથી એક જ જેવી ટ્વીટ કરવામા આવે છે. આ તમામ ટ્રેન્ડિંગ અને કોઈ ખાસ વ્યક્તિ અથવા સંસ્થાને નિશાના પર લાવવા માટે થાય છે. આનો સૌથી વધારે ઉપયોગ રાજકીય પ્રચાર ફેલાવવા માટે થાય છે.

આ સાથે જ ટ્વિટરે મોબાઇલ એપ્લિકેશનમાં એક સુવિધા પણ રજૂ કરી છે, જ્યાંથી આપ આપના ટ્વીટને કોપી કરવાનો વિકલ્પ બંધ કરી શકો છો. તે જ સમયે, કંપનીએ તાજેતરમાં 'રીટવીટ વિથ ક્વોટ' સુવિધા પણ રજૂ કરી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com     

PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Exit mobile version