Site icon

કમાલ છે! કેવી અક્કલ ચાલે છે દાણચોરીની, દાંત જ સોનાના કરાવ્યા, પકડાયો, જુઓ ફોટોગ્રાફ અને જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

સોનાની દાણચોરી કરનારા તસ્કરો ઍરપૉર્ટ પર પકડાય નહીં એ માટે જાતજાતના તિકડમ ચલાવતા હોય છે. તાજેતરમાં એટલે કે 28 ઑગસ્ટના શુક્રવારના દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર બે ઉઝબેકી નાગરિકોને કસ્ટમ ડિપાર્ટમેન્ટના ઍર ઇન્ટેલિજન્ટ યુનિટ (AIU)એ પકડી પાડ્યા હતા. તેમણે સોનાની દાણચોરી કરી  લાવવા અનોખી તરકીબ અજમાવી હતી. આ બંને ઉઝબેકી દુબઈથી આવ્યા હતા અને તેમના મોઢામાં સોનાના દાંતનું ચોકઠુ પહેર્યું હતું. AIUને મળેલી ટિપને આધારે ઍરપૉર્ટ પર ગ્રીન ચૅનલ પર શંકા જતાં તેમને રોકવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેમના મોઢામાં સોનાના દાંતનું ચોકઠું મળી આવ્યું હતું. જેનું વજન લગભગ  951 ગ્રામ જેટલું હતું. એ સિવાય મેટલની ચેન પણ દાંતના ચોકઠામાંથી મળી આવી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ દિલ્હી ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પરથી બે ઉઝબેકના નાગરિકોને એક કરોડ રૂપિયાની કિંમતના સોનાના સ્મગલિંગ કરવાના કથિત ગુના હેઠળ પકડી પાડવામાં આવ્યા હતા.

Attari Railway Station: ભારતનું આ સ્ટેશન ઇન્ટરનેશનલ: પ્લેટફોર્મ ટિકિટ નહીં પણ પાસપોર્ટ ચેક થતો હતો; જાણો આ રેલવે સ્ટેશનનું અનોખું રહસ્ય!
Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Exit mobile version