Site icon

જો જો ચોંકી ન જતા- માત્ર 15 મિનિટની રાઈડ કરી- કંપનીએ પકડાવી દીધું અધધ આટલા લાખ રૂપિયાનું બિલ

News Continuous Bureau | Mumbai

હાલના સમયમાં ભારતમાં ઓનલાઈન એપ(Online App) સંચાલિત કેબનું(Cab) ચલણ વધ્યું છે. ખાસ કરીને શહેરોમાં રહેતા લોકો અવારનવાર તેનો ઉપયોગ કરતાં હોય છે. જોકે, ઓનલાઈન કેબ સર્વિસ(Online Cab Service) ઘણી વખત વધારે પડતું ભાડું(Fare) લેતી હોવાની ફરિયાદો પણ સામે આવી છે. પરંતુ અહીં ઓનલાઈન કેબ સર્વિસ ઉબરે (Uber) ફક્ત 15 મિનિટને મુસાફરી માટે પોતાના કસ્ટમરને 32.5 લાખ રૂપિયાનું તોતિંગ બિલ(Toting Bill) પકડાવી દીધું હોવાની ઘટના સામે આવી છે. કસ્ટમરે કલ્પના પણ નહીં કરી હોય કે ફક્ત 15 મિનિટની રાઈડ માટે તેને લાખો રૂપિયાનું બિલ આવશે. તેણે બિલ જોયું તો તેના હોશ ઉડી ગયા હતા. તો આવો જાણીએ શા માટે કંપનીએ તેને 32.5 લાખ રૂપિયાનું બિલ આપ્યું હતું.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓલિવર કેપ્લાન(Oliver Kaplan) નામના 22 વર્ષના વ્યક્તિએ ગ્રેટર માન્ચેસ્ટરમાં(Greater Manchester) હાઈટથી એશ્ટન-અંડર-લિન(Ashton-under-Lynn) સુધીની ઉબેર કેબ બુક કરી હતી. મુસાફરી શરૂ કરતા પહેલા તેને લગભગ 921 રૂપિયાનો ભાવ આપવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે તેણે મુસાફરી પૂરી કરી અને જ્યારે તેની પાસેથી નૂર વસૂલવામાં આવ્યું ત્યારે તેના હોશ ઉડી ગયા. કંપની વતી તેની પાસેથી રૂ. 921 નહીં પરંતુ રૂ. 32 લાખની માંગણી કરવામાં આવી હતી. 

ડેઈલી મેઈલ દ્વારા ઓલિવરને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, મેં ઉબેર કેબ બુક કરી. રાતનો સમય હતો, ડ્રાઈવર આવ્યો. હું ઉબેર કારમાં બેસી ગયો અને મારે જ્યાં જવું હતું ત્યાં તે મને લઈ ગયો. તે લગભગ 15 મિનિટની મુસાફરી હતી. બુકિંગ સમયે ભાડું £10-11 (અંદાજે રૂ. 1000) વચ્ચે દર્શાવવામાં આવ્યું હતું. જે મારા ડેબિટ કાર્ડમાંથી વસૂલવાનું હતું.

આ સમાચાર પણ વાંચો : એમએસ ધોનીએ ભારતમાં બનાવ્યું કેમેરા ડ્રોન દ્રોણી- આ જગ્યાઓ પર કરશે કામ 

ઓલિવરે વધુમાં જણાવ્યું કે ઘરે પહોંચ્યા પછી બીજા દિવસે સવારે જ્યારે હું જાગ્યો ત્યારે મેં ઉબેર તરફથી ભાડાનો મેસેજ જોયો. જેમાં 35,000 પાઉન્ડથી વધુની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ મેં ભાડું કેટલું છે તે જાણવા માટે કંપનીના ગ્રાહક સેવા વિભાગનો સંપર્ક કર્યો. તેણે વધુમાં કહ્યું કે જ્યારે કંપનીએ આ અંગે ફરિયાદ કરી તો ત્યાંના કર્મચારીઓ પણ પહેલા તો આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ બાદમાં સ્થિતિ સમજી ગયા.

તપાસ દરમિયાન, કંપનીને જાણવા મળ્યું કે ઓલિવરે જે જગ્યાને ડ્રોપિંગ માટે નામ આપ્યું હતું તે ઓસ્ટ્રેલિયાના એડિલેડ પાસે હતું. જેનું અંતર માન્ચેસ્ટર શહેરથી લગભગ 16000 કિલોમીટર જેટલું હોવાનું કહેવાય છે. બાદમાં, જ્યારે મામલો થાળે પડ્યો, ત્યારે ઉબેરે ઓલિવર પાસેથી £10.73નો ચાર્જ વસૂલ્યો. આ મામલાને લઈને ઉબરે કહ્યું છે કે જેવો જ આ મામલો ઓલિવર દ્વારા કંપનીની સમજમાં લેવામાં આવ્યો, તેમણે તરત જ ભૂલ સુધારી લીધી.   

 

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version