Site icon

તમારા બાળકે તો યુનિવર્સિટીમાં એડમિશનલ નથી લીધું ને-UGCએ જાહેર કરી દેશની 21 બોગસ યુનિવર્સિટીની યાદી.

News Continuous Bureau | Mumbai

દેશમાં બોગસ યુનિવર્સિટીઓનું (Bogus Universities) પ્રમાણ વધી રહ્યું છે, જેમાં એડમિશન(Admission) લઈને વિદ્યાર્થીઓના વર્ષ અને પૈસા બરબાદ થઈ શકે છે. તાજેતરમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) (University Grants Commission) એ 21 બોગસ યુનિવર્સિટીઓ જાહેર કરી છે, જે ડિગ્રી આપી શકતી નથી. સૌથી વધુ નકલી યુનિવર્સિટીઓ દિલ્હીમાં છે અને ત્યારબાદ ઉત્તર પ્રદેશનો(Uttar Pradesh) નંબર આવે છે.મહારાષ્ટ્રમાં આવી એક બનાવટી યુનિવર્સિટી છે.

Join Our WhatsApp Community

બનાવટી યુનિવર્સિટીઓની યાદી UGC દ્વારા જાહેર કરવામાં આવી છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ(University Grants Commission Act), 1956નું ઉલ્લંઘન કરીને દેશના વિવિધ ભાગોમાં 21 સ્વયંસંચાલિત(Automatic), માન્યતા વિનાની સંસ્થાઓ કાર્યરત છે. તેમાંથી દિલ્હીમાં સૌથી વધુ 8, ઉત્તર પ્રદેશમાં 4, પશ્ચિમ બંગાળ(West Bengal) અને ઓડિશામાં(Odisha) 2-2 અને કર્ણાટક(Karnataka), કેરળ(Kerala), મહારાષ્ટ્ર, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં(Puducherry and Andhra Pradesh) એક-એક છે.

દિલ્હીમાં નકલી યુનિવર્સિટીઓની યાદીમાં અખિલ ભારતીય જાહેર આરોગ્ય વિજ્ઞાન સંસ્થાન યુનિવર્સિટી(Institute of Health Sciences University),  કોમર્શિયલ યુનિવર્સિટી(Commercial University) લિમિટેડ, સંયુક્ત રાષ્ટ્ર યુનિવર્સિટી(United Nations University), વ્યાવસાયિક યુનિવર્સિટી(professional university), એડીઆર સેન્ટ્રિક જ્યુરિડિકલ યુનિવર્સિટી, ભારતીય વિજ્ઞાન અને એન્જિનિયરિંગ સંસ્થા, સ્વરોજગાર ભારત માટે વિશ્વકર્મા ઓપન યુનિવર્સિટી, આધ્યાત્મિક વિશ્વવિદ્યાલય, યુપીનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો :  ઓહ માય ગોડ- આ શખ્સ તો એક નાના બાળકની જેમ મહાકાય મગરમચ્છને કાખમાં તેડીને નીકળ્યો બજારમાં- જુઓ વિડીયો  

UGC દ્વારા આ યુનિવર્સિટીઓમાં એડમિશન ન લેવાની સલાહ પણ આપવામાં આવી છે, જેમાં ગાંધી હિન્દી યુનિવર્સિટી, પ્રયાગ, નેશનલ યુનિવર્સિટી ઓફ ઇલેક્ટ્રો કોમ્પ્લેક્સ હોમિયોપેથી, કાનપુર, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ યુનિવર્સિટી, અલીગઢ અને એજ્યુકેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, ફૈઝાબાદનો સમાવેશ થાય છે.

UGCએ 21 યુનિવર્સિટીઓ નકલી હોવાનો રિપોર્ટ રજૂ કર્યો છે. આ 21 યુનિવર્સિટીઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે. આથી વિદ્યાર્થીઓ અને વાલીઓને એડમિશન લેતી વખતે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. દેશની 21 યુનિવર્સિટીઓએ UGC સેક્શન 1956ના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાના અહેવાલ છે. આ નકલી સંસ્થાઓમાં જોડાવાથી સાવચેત રહો. આ તમને નુકસાન પહોંચાડી શકે છે, નિવેદનમાં કહેવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આમાંની મોટાભાગની સંસ્થાઓ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આવેલી છે. એક નિવેદનમાં, યુજીસીએ સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી કોઈ સંસ્થા અસ્થાયી, રાજ્ય અથવા કેન્દ્રીય કાયદા દ્વારા સ્થાપિત ન થાય ત્યાં સુધી તેના નામની આગળ યુનિવર્સિટી શબ્દ લગાવી શકાય નહીં. આવી સંસ્થાઓને ડિગ્રી આપવાનો અધિકાર પણ નથી.
 

આ સમાચાર પણ વાંચો : અનુપમા સિરિયલ માં સૌથી વધુ કમાણી કરે છે શો ની મૂળ અભિનેત્રી રૂપાલી ગાંગુલી- જાણો વનરાજ શાહ થી લઇ ને બા-બાપુજી કેટલી લે છે ફી

Attari Railway Station: ભારતનું આ સ્ટેશન ઇન્ટરનેશનલ: પ્લેટફોર્મ ટિકિટ નહીં પણ પાસપોર્ટ ચેક થતો હતો; જાણો આ રેલવે સ્ટેશનનું અનોખું રહસ્ય!
Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Exit mobile version