ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
23 મે 2020
હવે વિદ્યાર્થીઓ એક સાથે બે ડીગ્રી કોર્ષ કરી શકશે એક કોર્સ રેગ્યુલર મોડમાં કરવાનો રહેશે અને બીજો કોરસ્પોન્ડન્સ કે ઓનલાઈન કરવાનો રહેશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનએ (UGC) અભ્યાસમાં અભ્યાસ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. UGC એ આ પગલું વિદ્યાર્થીઓને કારકિર્દીમાં વધુ સારી તક અને વિકલ્પ મળી રહે એ માટે છે.
દાખલા તરીકે દિલ્હી યુનિવર્સિટીના ઇતિહાસનો વિદ્યાર્થી બીજી સંસ્થામાંથી ઓનલાઇન કે કોરોસ્પોન્ડ્સ અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ પણ કરી શકશે. આ સંબંધી નિયમોની વિગતવાર માર્ગદર્શિકા ટૂંક સમયમાં જ તૈયાર કરી બહાર પડાશે..
