ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 માર્ચ 2021
સામાન્ય રીતે અનુસ્નાતક ડિગ્રી પ્રાપ્ત વ્યક્તિઓ પીએચડી કરી શકે છે. આનો અર્થ એ થાય છે કે સ્નાતક થયા બાદ તેનાથી આગળ વધું એક ડિગ્રી લેવાની રહે છે અને ત્યારબાદ પીએચડી માટે કોઈ વ્યક્તિ ક્વોલીફાય કરી શકે છે.
હવે સરકારે એક મોટો નિર્ણય કર્યો છે જે મુજબ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેમજ કંપની સેક્રેટરી અને આઈ સી ડબલ્યુ એ આ તમામ શૈક્ષણિક ભણતરને પીએચડી માટે અનુસ્નાતક ગણવામાં આવ્યા છે.
છેલ્લા ઘણા વર્ષોથી આ માટેની માંગણી થઇ રહી હતી અને તે સંદર્ભે અભ્યાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ પોતાનો રિપોર્ટ હવે સરકારને સોંપી દીધો અને ત્યારબાદ યુજીસીએ પોતાની ગાઇડલાઇન બદલી નાખી છે. આ સંદર્ભે પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યું છે.
આથી હવે જે કોઈ વ્યક્તિ પાસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા કંપની સેક્રેટરી કે પછી આઈ સી ડબલ્યુ એ આ ભણતરની ડીગ્રી હશે તો તે પીએચડી એન્ટરન્સ ટેસ્ટ પરીક્ષા આપીને પીએચડી કરી શકશે.
