ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર
અંડરવર્લ્ડ ડોન છોટા રાજન નું મૃત્યુ થયું છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઇમ્સમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ કોરોના એ તેના શરીરનું એવું ભરડો લીધો કે આ 62 વર્ષીય ડોન મૃત્યુ પામ્યો.
એપ્રિલ મહિનાની 26 તારીખે છોટા રાજનને કોરોના થયો હતો. ત્યાર બાદ તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં તેને ઇન્ડોનેશિયાથી ભારત લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તે ઉચ્ચતમ સુરક્ષા વચ્ચે દિલ્હી ખાતે રાખવામાં આવ્યો હતો. પરંતુ કોરોનાએ તેનો ખેલ પૂરો કરી નાખ્યો.