Site icon

સ્વાસ્થ્ય જાણકારી: ઉનાળામાં યુરિક એસિડના દર્દીઓએ તેમના આહારમાં કરવો જોઈએ આ વસ્તુઓનો સમાવેશ, રોગ ને નિયંત્રણ માં કરવા કરશે મદદ

News Continuous Bureau | Mumbai

આજકાલ, શરીરમાં યુરિક એસિડનું (uric acid)પ્રમાણ વધવું સામાન્ય બની ગયું છે, જેનું મુખ્ય કારણ ખરાબ આહાર અને ખોટી જીવનશૈલી છે. હેલ્થ એક્સપર્ટના મતે જો શરીરમાં યુરિક એસિડ વધુ માત્રામાં જમા થઈ જાય તો તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ (health problem) થઈ શકે છે. જેમાં, ઘૂંટણમાં સખત દુખાવો, સોજો, ઉઠવામાં તકલીફ, સંધિવા, સાંધાનો દુખાવો વગેરે છે. આટલું જ નહીં પણ સ્થૂળતા, હૃદય, કીડની, ડાયાબિટીસ જેવી બીમારીઓનો પણ ખતરો રહે છે.નિષ્ણાતોના મતે, યુરિક એસિડને નિયંત્રિત કરવા માટે દર્દીઓએ આરોગ્યપ્રદ આહારનું પાલન કરવું જોઈએ. આવી સ્થિતિમાં જો તમે ઉનાળાની ઋતુમાં આ વસ્તુઓનું સેવન કરશો તો તમારું એસિડ કંટ્રોલમાં રહેશે. ચાલો જાણીએ.

Join Our WhatsApp Community

1. કાકડી 

ઉનાળામાં કાકડીનું (cucumber) સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી શરીરને ઉર્જા મળે છે. આ સિવાય કાકડીમાં એન્ટીઓક્સીડેન્ટ (antioxidant) હોય છે તેમજ તેમાં ઘણા એવા પોષક તત્વો હોય છે જે યુરિક એસિડ લેવલને (uric acid)વધતા અટકાવે છે. તેથી, માત્ર યુરિક એસિડના દર્દીઓ જ નહીં પરંતુ શરીરને સ્વસ્થ રાખવા માટે તમારે આ ઋતુમાં કાકડીનું સેવન અવશ્ય કરવું જોઈએ. તમે તેને કોઈપણ રીતે ખાઈ શકો છો. તમે તેને સલાડ અથવા રાયતાના રૂપમાં કાચા ખાઈ શકો છો.

2. બેરી

બેરીમાં (berrys) બળતરા વિરોધી ગુણ હોય છે જે શરીરમાં બળતરા ઘટાડવાનું કામ કરે છે. તેના સેવનથી સાંધામાં યુરિક એસિડના ક્રિસ્ટલ નથી બનતા, જેના કારણે યુરિક એસિડનું સ્તર નિયંત્રણમાં રહે છે. આવી સ્થિતિમાં, આ રોગથી પીડિત દર્દીઓએ તેમના આહારમાં જાંબુ , સ્ટ્રોબેરી, ચેરી અને બ્લુબેરીનો સમાવેશ કરવો જોઈએ.

3. ગાજર

ગાજર (carrot)એક એવી શાકભાજી છે જે શિયાળામાં સરળતાથી મળી રહે છે. જો કે,  તે ઉનાળાની ઋતુમાં પણ ઉપલબ્ધ છે. સ્વાદની સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં વિટામિન A અને એન્ટીઓક્સીડેન્ટ જેવા પોષક તત્વો મળી આવે છે, જે યુરિક એસિડને કંટ્રોલ (uric acid control)કરવાનું કામ કરે છે. તેની સાથે તેના સેવનથી સાંધાના દુખાવા અને સોજાની સમસ્યામાં પણ રાહત મળે છે. તમે કોઈપણ રીતે તેનું સેવન કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: શું ખરેખર શેરડીનો રસ પીવાથી વજન વધે છે? જાણો શું છે હકીકત

High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Rajasthan Crime: પત્નીના શ્યામ વર્ણથી નારાજ પતિએ એસિડ થી જીવતી સળગાવી, કોર્ટે આપ્યો આ ચુકાદો
Orange Shark: કોસ્ટા રિકા નજીક માછીમારોને એક દુર્લભ નારંગી રંગની શાર્ક મળી, અનોખા જીવની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version