Site icon

લોકો ઓનલાઈન શું શોધે છે?  ગયા વર્ષે આ શબ્દ લોકોએ ઓનલાઈન સૌથી વધુ સર્ચ કર્યો. આ વર્ષે આ શબ્દ છે આગળ. જાણો નવી માહિતી..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 01 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

બુધવાર 

વેક્સિનને મરિયમ વેબ્સ્ટરે ૨૦૨૧ના વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કર્યો છે. વર્તમાન સ્થિતિનું પ્રતિબિંબ પાડવાના હેતુથી અને તે વર્ષની સ્થિતિને એક જ શબ્દમાં દર્શાવવાના હેતુથી આ શબ્દની વર્ડ ઓફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવી છે. મરિયમ વેબ્સ્ટરના એડિટરે જણાવ્યું હતું કે ૨૦૨૧માં આ શબ્દનો દૈનિક ધોરણે સૌથી વધુને વધુ ઉપયોગ થતો જાેવા મળ્યો. આ શબ્દ બે જુદી-જુદી વાર્તાઓ રજૂ કરે છે. એક વિજ્ઞાનની વાર્તા છે જે બતાવે છે કે કેટલી ઝડપથી રસી વિકસાવવામાં આવી. તેની સાથે નીતિ, રાજનીતિ અને રાજકારણના ઝુકાવ અંગે પણ ચર્ચા થઈ છે.

ઓમિક્રોન સામે ભારતીય કોવિશિલ્ડ, કોવેક્સિન રક્ષણ આપી શકે : જાણો નિષ્ણાંતોનો શું છે દાવો

આ એક જ શબ્દ બે મહાન ગાથા રજૂ કરે છે. આ પહેલા ઓક્સફર્ડ ડિક્શનરીએ વેક્સ શબ્દની પસંદગી કરી હતી. ગયા વર્ષે મરિયમ વેબ્સ્ટરે પેન્ડેમિક એટલે કે મહામારી કે રોગચાળા શબ્દની વર્ડ ઓફ ધ યર તરીકે પસંદગી કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં બ્રિટનમાં વિશ્વની પહેલી કોરોના રસી લાગી હતી. તેના પછી ન્યૂયોર્કમાં તે જ મહિનામાં રસીકરણનો પ્રારંભ થયો હતો.મરિયમ વેબ્સ્ટરના શબ્દકોષ મુજબ આ વર્ષનો શબ્દ છે વેક્સિન. કંપની કહે છે કે ૨૦૨૦ના મુકાબલે આ શબ્દને ૬૦૧ ટકા વધારે શોધવામાં આવ્યો હતો. આ શબ્દનો સંસ્કૃત સાથે પણ સંબંધ છે.

ઓમિક્રોનના પગલે આ દેશમાં આકરા પગલાં લેવામાં આવ્યા. લોકડાઉન ના ભણકારા.
 

Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Exit mobile version