Site icon

બ્યૂટી ટિપ્સ- આ ત્રણ વસ્તુઓ નો ઉપયોગ કરીને બે દિવસમાં દૂર કરો તમારી આંખો નીચેના ડાર્ક સર્કલ

News Continuous Bureau | Mumbai

છોકરો હોય કે છોકરી, દરેકને પોતાની ત્વચા પસંદ હોય છે. તમારી ત્વચાને સ્વસ્થ અને સુંદર બનાવવા માટે બજારમાં ઘણા પ્રકારના ઉત્પાદનો ઉપલબ્ધ છે. પરંતુ આજકાલ લાઈફસ્ટાઈલમાં વધતા તણાવને કારણે લોકો પોતાની ત્વચાની સંભાળ રાખી શકતા નથી અને તેમના ચહેરા પર કરચલીઓ પડવા લાગે છે અને ડાર્ક સર્કલ(dark circle) પણ થવા લાગે છે. આખો દિવસ કોમ્પ્યુટર પર કામ કરતા અને મોડી રાત સુધી મોબાઈલ ચલાવતા લોકોને પણ ડાર્ક સર્કલ થવા લાગે છે અને ક્યારેક મોંઘી પ્રોડક્ટ્સ લગાવ્યા પછી પણ તેમને રાહત નથી મળતી. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી, અમે તમને કેટલીક ખાસ વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે માત્ર બે દિવસમાં ડાર્ક સર્કલ દૂર કરી શકો છો.

Join Our WhatsApp Community

1. એલોવેરા જેલ લગાવીને ડાર્ક સર્કલ દૂર કરો

બે ચમચી તાજું એલોવેરા જેલ(aloe vera gel) લો અને તેને રૂની મદદથી ડાર્ક સર્કલ પર લગાવો. તેને 10-15 મિનિટ માટે રાખો અને તેને હુંફાળા પાણીથી ધોઈ લો. તમે તેને દિવસમાં બે વાર લગાવો અને બે દિવસ પછી તમને ફરક દેખાશે. જો તમને એલોવેરાથી એલર્જી હોય તો તેનો ઉપયોગ કરશો નહીં. 

2. દહીં અને હળદર મિક્સ કરીને ડાર્ક સર્કલ પર લગાવો

સ્કિમ્ડ મિલ્ક માંથી બનેલું દહીં(curd) અને હળદર બંને ત્વચાનો રંગ સુધારનાર એજન્ટ તરીકે કામ કરે છે. બંનેને એટલી માત્રામાં મિક્સ કરો કે તે પેસ્ટ બની જાય. તમારા ડાર્ક સર્કલ પર આ પેસ્ટનું જાડું લેયર લગાવો અને તેને સુકાવા દો. સુકાઈ ગયા પછી તેને હુંફાળા પાણીથી ધોઈ લો. તે આંખોની નીચેની ત્વચાને પોષણ આપે છે અને ડાર્ક સર્કલ પણ ઘટાડે છે.

3. ગ્રીન ટી બેગ વડે ડાર્ક સર્કલ દૂર કરો

ગ્રીન ટી (green tea)ન માત્ર પીવાનું કામ કરે છે પણ ત્વચાની સમસ્યાઓ દૂર કરવાનું પણ કામ કરે છે. ગ્રીન ટી બનાવ્યા પછી બેગને ફેંકી ન દો પરંતુ તેને બાઉલમાં નાખીને ફ્રીજમાં રાખો. તે ઠંડુ થયા પછી તેને તમારા ડાર્ક સર્કલ પર લગાવો. આમ કરવાથી ત્વચાને પોષણ મળશે તેમજ ડાર્ક સર્કલ અને ત્વચાની અન્ય સમસ્યાઓ પણ દૂર થશે.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ- જો તમે પણ ફ્રીજમાં રાખેલો લોટ ફેંકી દેતા હોવ તો હવે થી ના કરો આ ભૂલ-તેને કરો તમારા બ્યુટી રૂટીનમાં સામેલ-મળશે આ ફાયદા

ડૉક્ટરની સલાહ જરૂર લો 

દરેક વ્યક્તિની ત્વચાનો પ્રકાર અલગ-અલગ હોય છે, તેથી જરૂરી નથી કે આ ઘરેલું ઉપચાર દરેક વ્યક્તિ માટે સફળ થાય. તે જ સમયે, આંખોની નીચેની ત્વચા ખૂબ જ સંવેદનશીલ(sensitive) હોય છે, તેથી ડૉક્ટરની સલાહ લીધા પછી જ આ વસ્તુઓનો ઉપયોગ કરો. એલોવેરા અથવા ગ્રીન ટી પણ કેટલાક લોકોમાં એલર્જીક પ્રતિક્રિયા પેદા કરી શકે છે, તેથી તેનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટર ની સલાહ અવશ્ય લો.

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version