Site icon

બ્યૂટી ટિપ્સ: 5 રૂપિયાના વેસેલિનથી ઘરે જ બનાવો ફેસ બ્લીચ, તમને મળશે પાર્લર જેવો ગ્લો; જાણો તેને બનાવવાની રીત વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 03 માર્ચ 2022           

Join Our WhatsApp Community

ગુરુવાર

ચહેરા પર ચમક લાવવા માટે આપણે ઘણા ઉપાયો કરીએ છીએ. આપણે  મોંઘા ઉત્પાદનોનો આશરો લઈએ છીએ, પરંતુ કેટલીકવાર અમને તેમાંથી કોઈ લાભ મળતો નથી. ક્યારેક કેટલીક વસ્તુઓ એવી હોય છે જે સસ્તી હોય છે પણ ઘણી વસ્તુઓમાં કામ આવે છે. આમાં ની એક છે  વેસેલિન. લોકો વેસેલિનનો ઉપયોગ ઘણી રીતે કરે છે.કેટલીક સ્ત્રીઓના હોઠ પર, સાઈડ લોક, ચહેરા  અને ચીન  પર નાના અને ઝીણા વાળ હોય છે. તેમને છુપાવવા માટે, સ્ત્રીઓ ઘણીવાર તેમના ચહેરાને બ્લીચ કરે છે. પરંતુ બજારમાં મળતા બ્લીચમાં કેમિકલ હોય છે જે ત્વચાને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, તમે ઓછા પૈસામાં ઘરે કુદરતી બ્લીચ તૈયાર કરી શકો છો. વેસેલિનનો ઉપયોગ ફાટેલી હીલ્સથી લઈને ફાટેલા હોઠ સુધી દરેક વસ્તુ માટે થાય છે, પરંતુ શું તમે જાણો છો કે ત્વચામાં ગ્લો લાવવા માટે પણ આપણે વેસેલિનનો ઉપયોગ કરી શકીએ છીએ. હા, માત્ર 5 રૂપિયાની વેસેલિનથી આપણે વેસેલિન બ્લીચ બનાવી શકીએ છીએ જે તમારી ત્વચાને ગ્લો કરશે. સેન્સિટિવ સ્કિન માટે હોમમેઇડ વેસેલિન બ્લીચ ખૂબ જ સારું  માનવામાં આવે છે. તો ચાલો આજે જાણીએ કે વેસેલિન બ્લીચ બનાવવાની રીત.

* વેસેલિન બ્લીચ બનાવવા માટે ની સામગ્રી 

ટામેટા – 1 ચમચી

હળદર પાવડર – 1/4 ચમચી

વેસેલિન – 1/2 ચમચી

*વેસેલિન બ્લીચ કેવી રીતે બનાવવું

વેસેલિન બ્લીચ બનાવવા માટે એક બાઉલમાં ટામેટાની પ્યુરી, હળદર પાવડર અને વેસેલિન લો. બધું બરાબર મિક્સ કરીને પેસ્ટ બનાવો. સૌ પ્રથમ ચહેરાને પાણીથી સાફ કરો. આ પછી ચહેરા પર બ્લીચનું જાડું લેયર લગાવો અને તેને 15-20 મિનિટ માટે છોડી દો. જ્યારે બ્લીચ સુકાઈ જાય ત્યારે સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો. તમે આ અઠવાડિયામાં બે વાર કરી શકો છો. જો તમે ઇચ્છો તો લગ્ન-પાર્ટીમાં જવાના એક દિવસ પહેલા ચહેરા પર વેસેલિન બ્લીચ લગાવી શકો છો. તેનાથી તમારો ચહેરો ફ્રેશ અને ગ્લોઈંગ દેખાશે.

નોંધ: આ માહિતી આયુર્વેદિક નુસ્ખાઓના આધારે લખવામાં આવી છે. તેનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

બ્યૂટી ટિપ્સ: જો તમે સફેદ વાળને કાળા કરવા માંગો છો, તો કરો આ કુદરતી હેર ડાઈનો ઉપયોગ; જાણો તેને તૈયાર કરવાની રીત વિશે

 

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version