Site icon

સ્પાઈસજેટ બાદ હવે આ એરલાઇન કંપનીના પ્લેનમાં સર્જાઈ ખામી-દિલ્હીથી વડોદરા જતી ફ્લાઇટને જયપુર ડાયવર્ટ કરાઇ-DGCAએ લીધું આ પગલું

News Continuous Bureau | Mumbai 

ભારતની ચીપેસ્ટ અને સારી એરલાઈન્સ(Airlines) ગણાતી સ્પાઈસજેટ પર થોડા કેટલાક દિવસથી સુરક્ષાને લઈને ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે ફરી એકવાર આવી ઘટના સામે આવી છે. જોકે આ વખતે આ ઘટના સ્પાઇસજેટ(Spicejet)માં નહી પણ ઇન્ડિગો(Indigo)ની ફ્લાઇટમાં બની હતી.  

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ રવિવારે રાત્રે ઈન્ડિગો એરલાઈન(Indigo airline)ની દિલ્હીથી વડોદરા જતી ફ્લાઈટના એન્જીનમાં થોડીક સેકન્ડ માટે ખામી અનુભવાયા બાદ પાઈલટે સાવચેતીના પગલારૂપે તેને જયપુર(Jaipur)માં લેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ના અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે ડીજીસીએ ગુરુવારની ઘટનાની તપાસ કરી રહી છે.  

આ સમાચાર પણ વાંચો : મીરા-ભાંયદરમાં કોણ સાચ્ચુ-કોણ ખોટું-ઠાકરે અને શિંદે ગ્રુપે નગરસેવકોને લઈને એકબીજા દાવાને ફગાવ્યા-જાણો વિગત

પ્રવક્તાએ કહ્યું, 'પાયલટને રસ્તામાં એક ચેતવણી મેસેજ આપવામાં આવ્યો હતો. સાવચેતી રૂપે, પાયલટ વધુ તપાસ માટે એરક્રાફ્ટને જયપુર તરફ ડાયવર્ટ કર્યું હતું. મુસાફરોને તેમની આગળની મુસાફરી માટે વૈકલ્પિક વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા.  

ઉલ્લેખનીય છે કે એરલાઈન 'સ્પાઈસજેટ' પણ આ દિવસોમાં ડીજીસીએના તપાસના દાયરા હેઠળ છે. 19 જૂનથી ટેકનિકલ સમસ્યાઓના ઓછામાં ઓછા આઠ કેસ સામે આવ્યા બાદ DGCAએ 6 જુલાઈએ સ્પાઈસ જેટના વિમાનોને કારણદર્શક નોટિસ જારી કરી હતી.

 

Meet Armadillo: શું તમે જાણો છો? દુનિયાનું એક એવું પ્રાણી જેની ત્વચા પર ગોળી પણ બેઅસર છે; સિંહ અને વાઘ પણ તેનાથી માને છે હાર
Bank Locker Rules 2026: ભૂલથી પણ બેંક લોકરમાં ન મૂકતા રોકડ, થઈ શકે છે જેલ! જાણો લોકર ધારકો માટે RBI ના 3 સૌથી મહત્વના બદલાવ
Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Exit mobile version