News Continuous Bureau | Mumbai
બહુ જલદી બહારગામ જતી ટ્રેનોમાં(outbound trains) પ્રવાસ કરનારાઓને ચાલુ પ્રવાસે ખાનગી ડોકટરની(private doctor) સગવડ મળવાની છે. ચાલતી ટ્રેનમાં કે પ્લેટફોર્મ(Train platform) પર મુસાફરોની તબિયત(Passenger health) બગડે તો સમયસર સારવારના અભાવે અનેક લોકોએ જીવ ગુમાવ્યા ની ઘટના ઓ ભૂતકાળમાં બની છે. તેથી, વહીવટીતંત્રે(Administration) હવે રેલવે સ્ટેશન(Railway station) પર મુસાફરો માટે સજ્જ ઇમરજન્સી ખાનગી તબીબી સેવાઓ(Emergency private medical services) પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે. તે માટે એમબીબીએસ(MBBS), એમડી ડોકટરો(MD Doctors) પાસેથી પ્રસ્તાવ મંગાવવામાં આવી છે.
ઇમરજન્સી ખાનગી તબીબી સેવાઓ એવા રેલવે સ્ટેશનો પર લાગુ કરવામાં આવશે જ્યાં મુસાફરોનો વધુ ધસારો હોય અને મોટી સંખ્યામાં ટ્રેનો આવતી-જતી હોય. રેલવે સ્ટેશન પર મુસાફરોને તબીબી સંભાળ પૂરી પાડતા ડોકટરોને પ્રાથમિકતા આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈથી આ રૂટ પર બહારગામ જનાર તમામ રેલવે સેવા બંધ- પહાડ પરથી ભેખડો ધસી પડતા સમસ્યા સર્જાઈ
રેલવે પ્રશાસને વિભાગો(Departments to Railway Administration) અને રેલવે સ્ટેશનોના નામ જાહેર કર્યા છે. અહીં ઇમરજન્સી ખાનગી તબીબી સેવાઓ પૂરી પાડવા માટે ડોકટરો પાસેથી ઓનલાઇન પ્રસ્તાવ(Online proposal) મંગાવવામાં આવ્યા છે. તેથી નજીકના ભવિષ્યમાં ચાલતી ટ્રેનમાં કે રેલવે સ્ટેશન પર મુસાફરોની તબિયત બગડે તો દર્દીઓને ઝડપથી ખાનગી તબીબી સારવાર મળી રહે તેવો નવો ખ્યાલ છે. ખાસ કરીને જંકશન રેલ્વે સ્ટેશનો(Junction Railway Stations) પર ઈમરજન્સી ખાનગી તબીબી સેવાઓ ઉપલબ્ધ રહેશે.
સેન્ટ્રલ રેલ્વે(Central Railway) ભુસાવળ વિભાગ હેઠળના નાસિક, મનમાડ, જલગાંવ, ભુસાવળ, ખંડવા, અકોલા અને બડનેરા રેલવે સ્ટેશનો પર દવાખાનાઓ બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરો માટે સુસજ્જ ઇમરજન્સી ખાનગી તબીબી સેવાઓ પ્રદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રસ ધરાવતા ડોકટરોએ IREPS વેબસાઇટ પર નોંધણી કરાવવી પડશે. નાગપુર રેલવે વિભાગના મહત્વના રેલવે સ્ટેશન પર ટૂંક સમયમાં ઇમરજન્સી ખાનગી તબીબી સેવા શરૂ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયતને લઈને આવ્યા મોટા સમાચાર
વહીવટીતંત્ર રેલવે સ્ટેશન પર દવાખાના, ફાર્મસી માટે જગ્યા આપશે. ટેન્ડરમાં એવી શરત છે કે તે માટે જગ્યા ચાર્જ લેવામાં આવશે. રેલવે પ્રશાસન એવી જગ્યા ગોઠવશે કે આ સુસજ્જ ક્લિનિક અથવા ફાર્મસી રેલવે સ્ટેશન વિસ્તારમાં હશે.