Site icon

વીતેલા જમાનાની દિગ્ગ્જ અભિનેત્રી કુમકુમનું લાંબી બીમારી બાદ 86 વયે નિધન

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

28 જુલાઈ 2020

પોતાના જમાનાની જાણીતી અભિનેત્રી રહી ચૂકેલી કુમકુમનું લાંબી બીમારી પછી મુંબઇના બાન્દ્રા સ્થિત ઘરમાં નિધન થયું છે. તેઓ 86 વર્ષનાં હતાં અને તેમનું અસલી નામ જેબુનિસા હતું. આ સમાચાર બાદ બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.  કોમેડિયન જગદીપના પુત્ર નાવેદ જાફરીએ કુમકુમને શ્રધ્ધાંજલિ આપતા ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું હતું કે અમે એક વધુ રત્ન ગુમાવ્યું છે. કુમકુમ અમારા પરિવારનો ભાગ હતી. શ્રેષ્ઠ અભિનેત્રીની સાથે તે એક સારી વ્યક્તિ પણ હતી.

 અભિનેત્રી કુમકમે તેમના બોલિવૂડ કરિયરમાં 100થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેમણે મધર ઇન્ડિયા, કોહીનૂર, ઉજાલા, એક સપેરા એક લૂટેરા, નયા દૌર સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું હતુ. કુમકુમે જહોની વોકર સાથે સીઆઇડી સહિતની ફિલ્મોમા સાથે કામ કર્યું હતુ. સીઆઇડીનું તેનું જહોનીવોકર સાથે પિકચરાઇઝ થયેલું ગીત યે બમ્બઇ મેરી જાન લોકપ્રિય થયુ હતુ. કુમકુમ તેમના યુગના સહ-કલાકારો કિશોર કુમાર અને ગુરુ દત્ત સાથે પણ કામ કરી ચુક્યા છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
Exit mobile version