Site icon

Mexico : એમ્યુઝમેન્ટ પાર્કમાં અકસ્માત! દોરડું તૂટી ગયું અને અચાનક 6 વર્ષનું માસૂમ બાળક પડ્યું 40 ફૂટ નીચે , પછી શું થયું જુઓ આ વીડિયોમાં..

Mexico : મેક્સિકોના ન્યુવો લિયોનમાં એક એમ્યુઝમેન્ટ પાર્કમાં ઝિપ લાઈન કરતી વખતે 6 વર્ષનો છોકરો ગંભીર અકસ્માતનો ભોગ બન્યો હતો. બાળક અચાનક 40 ફૂટ નીચે પડી ગયું. જ્યારે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો ત્યારે દર્શકોના રુંવાટા ઉભા થઇ ગયા..

News Continuous Bureau | Mumbai

કેટલાક લોકોને એડવેન્ચર ગેમ રમવાનું ખુબ પસંદ હોય છે. પરંતુ ઘણી વખત લોકો સાહસના નામે પોતાનો તેમ જ પોતાના બાળકોનો જીવ જોખમમાં મૂકે છે. મેક્સિકોમાં આવું જ કંઈક બન્યું છે. મેક્સિકોના ન્યુવો લિયોનમાં એક એમ્યુઝમેન્ટ પાર્કમાં 6 વર્ષનો બાળક ગંભીર અકસ્માતનો શિકાર બન્યો છે. વાસ્તવમાં આ બાળક ઝિપલાઈનિંગ કરી રહ્યો હતો ત્યારે દોરડું તૂટી ગયું અને તે 40 ફૂટ નીચે પડી ગયો.

Join Our WhatsApp Community

જુઓ વિડિયો

શું છે સમગ્ર ઘટના

એક 6 વર્ષનો બાળક તેના માતા-પિતા સાથે એમ્યુઝમેન્ટ પાર્કમાં આવ્યો હતો. જ્યાં તે વાયર પર લટકીને એડવેન્ચરની મજા માણવા 40 ફૂટ ઉંચી ઝિપલાઇન પર ચઢીને એક બાજુથી બીજી તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન બાળક જરાય ડરતો ન હતો. પરંતુ છેલ્લા ડ્રોપ સુધી પહોંચતા પહેલા જ તેનું સેફટી દોરડું તૂટી ગયું અને તે 40 ફૂટ નીચે પડી ગયો. જો કે બાળકને જીવલેણ ઈજાઓ થઈ ન હતી કારણ કે તે પાણીથી ભરેલા કૃત્રિમ પૂલમાં પડી ગયો હતો. બાળક પડતાની સાથે જ ત્યાં હાજર તરવૈયાએ ​​છલાંગ લગાવી જેનાથી બાળકનો જીવ બચી ગયો.

આ સમાચાર પણ વાંચો: Indian Economy: નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંકોને લઈને કરી મોટી જાહેરાત, આખરે આ સમસ્યા દૂર થઈ.. જાહેર ક્ષેત્રની બેંકોનો નફો ત્રણ ગણો વધ્યો

 

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version