Site icon

ઓહો શું વાત છે સુરેન્દ્રનગરના વઢવાણીયા રાયતા મરચા હવે વિદેશીઓની પસંદ બન્યા. આટલા મણથી વધુનું વિદેશ વેચાણ થયું. 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,12 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

બુધવાર.  

વઢવાણીયા મરચાની સીઝન હાલ પુર બહારમાં ખીલી છે. ત્યારે વઢવાણના સ્વાદમાં એકદમ વ્યવસ્થિત આ મરચાની દર વર્ષે ખૂબ માંગ રહે છે. ત્યારે વઢવાણના મરચાની સોડમ મહિલાઓના ગૃહ ઉદ્યોગ થકી દેશ વિદેશ સુધી પ્રસરી જવા પામી છે. વઢવાણના ગૃહ ઉદ્યોગ દ્વારા આ વઢવાણીયા મરચાને રાયતા મરચા બનાવી વેચાણનો ગૃહઉદ્યોગ ચલાવાય છે. આથી હાલ દર વર્ષે સીઝનના ૨૦૦૦ મણ જેટલા રાયતા મરચાના ઉત્પાદન થકી મહિલાઓ રોજગાર મેળવતી થઇ છે.

આ અંગે વર્ધમાન ગૃહ ઉદ્યોગના પન્નાબેન શુક્લએ જણાવ્યું કે અમારા ગૃહ ઉદ્યોગ દ્વારા વર્ષે દરમિયાન અલગ અલગ પ્રોડક્ટ જેમ કે ખાખરા, પાપડ, અથાણાં સહિતની વસ્તુઓ બનાવાય છે. પરંતુ વઢવાણીયા મરચાની સીઝન હોય ત્યારે રાયતા મરચાનું પણ ઉત્પાદન કરાય છે. આ રાયતા મરચા ની સીઝન નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી હોય છે. આથી અમારી ટીમ દ્વારા બનાવાય છે જેમાં ૫૦ થી ૧૦૦ જેટલી મહિલાઓ કામ કરી રોજગારી મેળવે છે. ગૃહ ઉદ્યોગના આ રાયતા મરચાના ગૃહ ઉધોગ થકી ૫૦થી વધુ મહિલાઓ રોજગાર મેળવતી થઇ છે. આ મહિલાઓ પોતાના ઘરકામ સહિત પૂર્ણ કર્યા બાદના ફાજલ સમયમાં આ જાેબવર્ક થકી દરરોજના ૩૫૦ થી ૫૦૦ જેટલા રૂપીયા કમાય છે. જ્યારે સંસ્થા તરફથી એવી જરૂરિયાત મંદ મહિલા, વિધવા મહિલાને પણ રોજગાર અપાય છે. 

અરે વાહ! શું વાત છે. મહારાષ્ટ્ર સરકાર સ્કૂલ બસોને થયેલું નુકસાન ઘટાડવા આ પગલું ભરી રહી છે. જાણો વિગત,

આ મરચાની સીઝન દરમિયાન ૬૦,૦૦૦ કિલો જેટલા મરચાનું ઉત્પાદન વેચાણ થાય છે. આ મરચાનું દેશમાં મહારાષ્ટ્ર, કોલકતા, સાઉથના રાજ્યો સહિત ગુજરાતના આસપાસના રાજ્યોમાં વેચાણ કરાય છે. આ ઉપરાંત વઢવાણ વાસીઓના પ્રિય મરચા તેમના કારણે વિદેશમાં પણ પહોંચતા વિદેશીઓને રાયતા મરચાનો ચસ્કો લાગ્યો છે. જેના કારણે અમેરિકા, ઇંગ્લેન્ડ, દુબઇ સહિતના દેશોમાં પણ આ મરચા પહોંચી ગયા છે.

પન્નાબેન શુક્લ, વર્ધમાન ગૃહ ઉદ્યોગ સંચાલક વઢવાણીયા મરચાને વિદેશ સુધી પહોંચાડવા માટે સંસ્થા દ્વારા તેના ક્વોલીટી અને પેકીંગ પ્રિઝર્વેશન પર ખાસ ધ્યાન અપાય છે. વઢવાણી રાયતા મરચા બનાવવા રાઇ, હળવદ, મીઠુના ઉપયોગ સાથે લાંબા સયમ સુધી સાચવવા લીંબુના રસ અને સરસવના તેલનો ઉપયોગ કરાય છે. જ્યારે એરટાઇટ પેકીંગના કારણે મરચા લાંબો સમય સચવાઇ રહે છે અને ૧૨ માસ સુધી ન બગડતા વિદેશો સુધી પહોંચી શક્યા છે. સુરેન્દ્રનગરના વર્ધમાન ગૃહ ઉદ્યોગ દ્વારા વઢવાણીયા રાયતા મરચાનું વેચાણ થકી મહિલાઓને રોજગારી આપવામાં આવી રહી છે.આ મરચાની માંગ વધતા અન્ય રાજ્યો થી લઇ દુબઇ, ઇગ્લેન્ડ, અમેરીકા સહિત દેશમાં વસતા લોકોને વઢવાણીયા રાયતા મરચાનો ચસ્કો લાગતા વિદેશ સુધી સોડમ પ્રસરી છે.

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version