Site icon

આ છે દુનિયાનો સૌથી મોંઘો શેર! એક શેરની કિંમતમાં તો કેટલાંય વીઘાના ખેતરો આવી જાય!

Newscontinuous bureau, Mumbai 

આજકાલ દેશમાં યુવાનોમાં મુખ્યત્વે કરીને શેર બજાર(share market), ક્રીપ્ટોકરન્સી(cryptocurrency) જેવી દિશાઓમાં યુવાધનને ઘેલું લાગ્યું છે અને સૌ કોઈ આ વિષે અભ્યાસ કરીને આ ક્ષેત્રે માહિતી મેળવીને ધીરે ધીરે પ્રગતિ કરીને વ્યાપાર કરવા લાગ્યા છે. શેરબજાર(investment in share market)માં રોકાણ કરીને લોકો લાંબા ગાળામાં મોટી કમાણી કરી શકે છે. ભારત(India)માં પણ શેરબજારમાં રોકાણ નું વલણ ઝડપથી વધી રહ્યું છે, ખાસ કરીને છેલ્લા બે વર્ષમાં છૂટક રોકાણકારોની સંખ્યામાં ઝડપથી વધારો નોંધાયો છે. 

Join Our WhatsApp Community

રોકાણકારો(investors)ને હંમેશા સલાહ આપવામાં આવે છે કે નાની રકમ(small amount)થી રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ. લોકો સારા વળતર માટે મોટી કંપનીઓમાં રોકાણ કરે છે. બધા સ્ટોકના ભાવ અલગ-અલગ હોય છે. મોટાભાગના રિટેલ રોકાણકારો (retail investment)સસ્તા શેરો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે જ સમયે, વિશ્વમાં એક કરતાં વધુ મોંઘા સ્ટોક પણ છે. કેટલાક શેરના ભાવ સાંભળીને તો ભલભલા ના હોશ ઉડી જાય. તેમાં રોકાણ કરવાની તો ભાગ્યે જ કોઈ કલ્પના કરી શકે. 

શું તમને ખબર છે દુનિયાનો સૌથી મોંઘો શેર કયો છે? તે કંપનીનો માલિક કોણ છે? ખરેખર, વિશ્વના સૌથી મોંઘા સ્ટોકની કિંમત કરોડોમાં છે. બર્કશાયર હેથવે ઈન્ક(bark shayar hathway share price) વિશ્વનો સૌથી મોંઘો શેર (world’s most expensive share)છે. આ કંપનીના એક શેરની કિંમત ૪ કરોડ રૂપિયાથી પણ વધુ છે.

આ સમાચાર પણ વાંચો :  રવિના ટંડનનો મોટો ખુલાસો,કરિયરની શરૂઆતમાં સ્ટુડિયોમાં કરતી હતી આ કામ

૨૦ એપ્રિલ સુધી બર્કશાયર હેથવે ઈન્ક.(bark shayar hathway share price)ના શેરની કિંમત  $૨૩,૫૫૦ એટલે કે ૪,૦૦,૧૯,૩૭૬ રૂપિયા હતી. દરેક રોકાણકાર આ કંપનીમાં પૈસા રોકવા માંગે છે, પરંતુ જ્યારે ઓછામાં ઓછા ૪ કરોડ રૂપિયા હશે, તો જ તેઓ શેર ખરીદી શકશે. આવી સ્થિતિમાં, બર્કશાયર હેથવે ઈન્કમાં રોકાણ કરવું એ મોટાભાગના લોકો માટે એક સ્વપ્ન જોવા સમાન છે.

બર્કશાયર હેથવે ઈન્ક કંપનીના પ્રમુખને તમે જાણતા હશો. વોરેન બફેટને આજની તારીખમાં કોઈએ ઓળખની જરૂર નથી. વિશ્વની સૌથી મોંઘી સ્ટોક કંપની બર્કશાયર હેથવે ઈન્ક.ના વડા વોરેન બફેટ (Warren Buffett)છે. સમગ્ર વિશ્વમાં લોકો સૌથી અનુભવી રોકાણકાર વોરેન બફેટ(Warren Buffett)ને અનુસરે છે. એવું કહેવાય છે કે વોરન બફેટ જે કંપનીમાં રોકાણ કરે છે તેના દિવસો બદલાય જાય છે. ફોર્બ્સ અનુસાર, વોરેન બફેટ બર્કશાયર હેથવેમાં ૧૬ ટકા ભાગ ધરાવે છે. 

કંપનીનો મોટાભાગનો બિઝનેસ અમેરિકામાં(USA) છે. કંપનીમાં આશરે ૩,૭૨,૦૦૦ કર્મચારીઓ કામ કરે છે. બર્કશાયર હેથવે ઈન્ક. અમેરિકા સિવાય ચીનમાં પણ વિસ્તરણ કરવાની યોજના બનાવી રહ્યું છે. ૧૯૬૫માં જ્યારે વોરેન બફેટે આ ટેક્સટાઈલ કંપનીની કમાન સંભાળી ત્યારે તેના શેરની કિંમત ઇં૨૦ કરતા પણ ઓછી હતી.

આ સમાચાર પણ વાંચો :  સાત દિવસમાં કાર્ડ બંધ નહીં થાય તો બેંકે ગ્રાહકને રોજના 500 રૂપિયા ચૂકવવા પડશે.. જાણો વિગતે

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version