Site icon

મહેનત ઘટે, ઝડપથી કામ થાય.. હોટેલમાં કામ કરતા વેઈટરે લગાવ્યો આવો ગજબનો જુગાડ.. જુઓ વિડીયો 

Watch: Waiter Balances 16 Plates Of Dosa On Hand. Anand Mahindra Impressed

મહેનત ઘટે, ઝડપથી કામ થાય.. હોટેલમાં કામ કરતા વેઈટરે લગાવ્યો આવો ગજબનો જુગાડ.. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

આનંદ મહિન્દ્રા તેમના વ્યવસાય માટે જેટલા જાણીતા છે, તેટલા જ તેઓ સોશિયલ મીડિયા, ખાસ કરીને ટ્વિટર પર સક્રિય રહેવા માટે પણ જાણીતા છે. તેઓ અવાર-નવાર સોશિયલ મીડિયા પર રસપ્રદ વીડિયો શેર કરતા રહે છે, જેમાં કાં તો કોઈ જુગાડ દેખાય છે અથવા તો કોઈની મહેનત. દરમિયાન તેમની તરફથી અન્ય એક લેટેસ્ટ ટ્વીટ આવ્યું છે, જેમાં એક વેઈટરનો વીડિયો છે, જે એક હાથમાં 16 પ્લેટને બેલેન્સ કરતો જોવા મળે છે.

જુઓ વેઈટરનો અદભુત જુગાડ 

આ વીડિયો શેર કરવાની સાથે તેમણે લખ્યું છે કે આપણે ‘વેઈટર પ્રોડક્ટિવિટી’ને ઓલિમ્પિક રમતના રૂપમાં માન્યતા આપવાની જરૂર છે. આ ઉપરાંત વધુમાં તેમણે લખ્યું છે કે આ સજ્જન એ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ માટેના દાવેદાર થશે. આ વીડિયોમાં વેઈટર એક સાથે 15 ઢોસા પીરસતો જોવા મળે છે, જેને જોઈ સૌ કોઈ અચરજ પામી જાય. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ સમાચાર પણ વાંચો : જોશીમઠમાં ભૂસ્ખલન મામલે મોદી સરકારે લોકસભામાં આપ્યો જવાબ, જાણો શું કહ્યું

Exit mobile version