ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
17 જુન 2020
નર્મદા નદી એટલે ગુજરાતની જીવાદોરી.. નર્મદા ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક શરૂ થતા જ ઉર્જાનું ઉત્પાદન વધ્યું છે. ડેમની જળ સપાટી હાલ 127.70 મીટર પર પહોંચી છે, જે ચાલુ સિઝનની સૌથી ઉચ્ચત્તમ સપાટી છે. તેમજ ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ચાલતા ટર્બાઈનના કારણે 29,740 ક્યુસેક પાણીની આવક વધુ થઈ છે. આમ પાણીની સતત આવક વધતા છેલ્લા છ માસથી બંધ પડેલા નર્મદા ડેમના રીવર બેડ અને કેનાલહેડ પાવર હાઉસ ચાલુ કરી દેવાયા છે. જેનાથી 29,187 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.
પરંતુ પાવર હાઉસ ચાલુ થતા સરકારને દરરોજ 17 મિલિયન વીજ યુનિટના ઉત્પાદનથી 3.51 કરોડ રૂપિયાની આવક થઈ રહી છે. આ વીજ ઉત્પાદનમાંથી 16 ટકા ગુજરાતને, મધ્યપ્રદેશને 57 ટકા અને મહારાષ્ટ્રને 27 ટકા વીજળી મળે છે. તેમજ સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રને પણ 7,000 ક્યુસેક પાણી અપાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ચોમાસા પહેલા જ ડેમના દરવાજા તૈયાર થઈ ગયા હતા. તેના લીધે જળ સપાટી વધતા આખુ વર્ષ રાજ્યને પાણી મળ્યું. અને હવે આ વર્ષે ચોમાસા પહેલા જ ડેમની સપાટીમાં વધારો થતા ચાલુ વર્ષ પણ સારુ જશે એવું આશા નાગરિકો અને ખાસ ખેડૂતોમાં જાગી છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
