Site icon

ભારતમાં ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ, વર્ષમાં વધી રહ્યા છે ઉનાળાના દિવસો; જાણો શું છે કારણ..

હાય ગરમી. દુનિયામાં ટેન્શનનો 'પારો' વધારે તેવા સમાચાર, ધરતી પર થશે અગનવર્ષા જેવી ગરમી, વાંચો આ ચિંતાજનક અહેવાલ…

હાય ગરમી. દુનિયામાં ટેન્શનનો 'પારો' વધારે તેવા સમાચાર, ધરતી પર થશે અગનવર્ષા જેવી ગરમી, વાંચો આ ચિંતાજનક અહેવાલ…

 News Continuous Bureau | Mumbai 

જો આપણે વિશ્વના હવામાન (Weather)વિશે વાત કરીએ, તો હવે તે મુખ્યત્વે બે પ્રકારના છે. એક પીક સીઝન, જેમાં કોઈપણ સીઝન તેની ટોચે પહોંચે છે, જોકે તે માત્ર થોડા દિવસો માટે જ હોય છે. બીજો ઉનાળો છે, જે બાકીની ઋતુમાં પણ જોવા મળી રહ્યો છે. એટલે કે ઉનાળા(Summer)ના મહિનાઓની સંખ્યા વધી રહી છે. ગત વર્ષે કેનેડા(Canada)માં ગરમ પવનો(Heat wave)એ એટલી બધી તબાહી મચાવી હતી કે કેટલાક વિસ્તારોમાં તાપમાન ૫૦ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આવું જ કંઈક આ વખતે ભારત(India)માં જોવા મળશે. ભારતીય હવામાન વિભાગે(IMD) પણ આ વર્ષે ઉત્તર ભારત(North India)માં પારો ૫૦ ડિગ્રીની ઉપર પહોંચવાની આગાહી કરી છે.

Join Our WhatsApp Community

ભારતમાં આ વર્ષે એપ્રિલ મહિના(April)માં જ ગરમી(summer)એ એવું ભીષણ સ્વરૂપ બતાવ્યું કે ૧૨૨ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા દર મહિને જાહેર કરાયેલ હવામાન અને આબોહવા અહેવાલ જણાવે છે કે આ વર્ષે એપ્રિલમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૫.૩ ડિગ્રી સેલ્સિયસ હતું. જ્યારે સામાન્ય રીતે તે ૩૩.૯૪ ડિગ્રી રહે છે. ૧૯૦૧ પછી છેલ્લા દસ વર્ષમાં આ ત્રીજી વખત છે, જ્યારે એપ્રિલ મહિનાનું સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે. 

આ સમાચાર પણ વાંચો : જય જય બાબા કેદારનાથ! 6 મહિના બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા કેદારનાથ ધામના દ્વાર, 15-ક્વિન્ટલ ફૂલોથી મંદિર શણગારાયું; જુઓ સુંદર તસવીરો, જાણો વિગતે 

અગાઉ ૨૦૧૦માં માસિક સરેરાશ મહત્તમ તાપમાન ૩૫.૪૨ હતું. જે બાદ ૨૦૧૬માં આ તાપમાન ૩૫.૩૨ હતું. એપ્રિલમાં માત્ર દિવસની ગરમીએ જ લોકોને નહોતા શેક્યા, પરંતુ આ મહિનામાં રાત્રિનો સમય પણ સામાન્ય કરતાં વધુ ગરમ હતો. જો આપણે માસિક સૌથી નીચું સરેરાશ તાપમાન જોઈએ તો આ વર્ષે એપ્રિલમાં તે ૨૩.૫૧ હતું, જે સામાન્ય કરતાં ૧.૩૬ ડિગ્રી વધારે છે.

૧૯૦૧ પછી આ બીજી વખત છે, જ્યારે આવી સ્થિતિ આવી છે. હવામાન વિભાગનું માનવું છે કે તેની પાછળનું મુખ્ય કારણ સતત અને લાંબા સમય સુધી ચાલતો હીટવેવ છે. પશ્ચિમ રાજસ્થાન, પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ સહિત દેશના અનેક સ્થળોએ તેની અસર જોવા મળી હતી. આ વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રી સેલ્સિયસની ઉપર પહોંચી ગયો હતો. એટલું જ નહીં, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, કર્ણાટક અને લક્ષદ્વીપમાં હાજર હવામાન વિભાગના ૧૧ સ્ટેશનો પર તાપમાન તેના વર્તમાન રેકોર્ડથી ઉપર ગયું હતું. 

આ સમાચાર પણ વાંચો : હંમેશા શાંત રેહનાર મુરલીધરન મેચ દરમિયાન આ બોલર પર થયા ગુસ્સે, જાણો શું હતું કારણ

આ વખતે પ્રિ-મોન્સુન વરસાદે પણ દેશને દગો આપ્યો છે. ગત મહિને ભારતના ઉત્તર પશ્ચિમ ભાગોમાં માત્ર ૫.૬ મીમી વરસાદ નોંધાયો હતો. જેને ધ્યાનમાં લઇએ તો ૧૯૦૧ પછી તે ત્રીજાે સૌથી સૂકો મહિનો હતો. અગાઉ ૧૯૪૭માં માત્ર ૧.૮ મીમી અને ૧૯૫૪માં ૪.૪ મીમી વરસાદ નોંધાયો હતો. જો કે, દક્ષિણ દ્વીપકલ્પ અને ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. જો કે છેલ્લા કેટલાક દિવસોથી હવામાનની પેટર્ન બદલાઈ છે. આ સમયે દેશમાં ક્યાંય હીટવેવ નથી. અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે તે થોડા દિવસો જ ચાલશે. ત્યાર બાદ ફરી ગરમીનો પારો ઉંચો જશે અને સૂર્ય ફરી અગનગોળા વરસાવશે. 

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version