Site icon

પશ્ચિમ રેલવેએ કર્યો બાંદ્રા-ગાંધીધામ એક્સપ્રેસ સહિત આટલી ટ્રેનોના ઉપડવાના સમયમાં ફેરફાર.. જાણો તમામ વિગતો અહીં..

WR announces jumbo block on Borivali and Jogeshwari station on March 26

આવતીકાલે, પશ્ચિમ રેલવે લાઇન પર બોરીવલી-જોગેશ્વરી વચ્ચે રહેશે પાંચ કલાકનો જમ્બો બ્લોક..

News Continuous Bureau | Mumbai

ટ્રેનોના (Train) સંચાલનમાં સરળતા રહે તે માટે, પશ્ચિમ રેલવેએ કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલી અખબારી યાદી મુજબ, જે ટ્રેનોના સમય બદલવાના છે તેની વિગતો નીચે મુજબ છે:-

Join Our WhatsApp Community

1. ટ્રેન નંબર 22474 બાંદ્રા ટર્મિનસ – બિકાનેર એક્સપ્રેસ અગાઉ બાંદ્રા ટર્મિનસથી 14.50 કલાકે ઉપડતી હતી હવે 28.03.2023થી 14.40 કલાકે ઉપડશે.

2. ટ્રેન નંબર 22951 બાંદ્રા ટર્મિનસ – ગાંધીધામ એક્સપ્રેસ જે અગાઉ બાંદ્રા ટર્મિનસથી 14.50 કલાકે ઉપડતી હતી તે હવે 31.03.2023 થી 14.40 કલાકે ઉપડશે.

3. ટ્રેન નંબર 09171 સુરત – ભરૂચ મેમુ જે અગાઉ સુરતથી 18.18 કલાકે ઉપડતી હતી તે હવે 28.03.2023 થી 18.37 કલાકે ઉપડશે.

4. ટ્રેન નંબર 19407 અમદાવાદ – વારાણસી એક્સપ્રેસ જે અગાઉ અમદાવાદથી 21.55 કલાકે ઉપડતી હતી તે હવે 30.03.2023 થી 21.45 કલાકે ઉપડશે.

આ સમાચાર પણ વાંચો :  Online Aadhaar Update: હવે તમે આ તારીખ સુધી તમારું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરી શકો છો, સંપૂર્ણ પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજો

આવી જ રીતે કેટવીક ટ્રેનો એવી છે જેમના ઓરિજનેટ થવાના સ્ટેશન નહીં પરંતુ રસ્તામાં આવતા સ્ટેશનોના સમયમાં ફેરફાર કરાયો છે. ટ્રેન નંબર 12931 મુંબઈ-અમદાવાદ ડબલડેકર એક્સપ્રેસના સમયમાં 28 માર્ચથી ફેરફાર, ટ્રેન નંબર 19217 બાંદ્રા-વેરાવલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસના સમયમાં 28 માર્ચથી ફેરફાર, ટ્રેન નંબર 14708 બાંદ્રા-બીકાનેર રણકપુર એક્સપ્રેસના સમયમાં 28 માર્ચથી ફેરફાર, ટ્રેન નંબર 22929ડહાનુ રોડ-વડોદરા એક્સપ્રેસના સમયમાં 28 માર્ચથી ફેરફાર, ટ્રેન નંબર 09155 સુરત-વડોદરા મેમુ સ્પેશિયલના સમયમાં 28 માર્ચથી ફેરફાર, ટ્રેન નંબર 22476 કોઈમ્બતોર-હિસાર એક્સપ્રેસના સમયમાં 1 એપ્રિલથી ફેરફાર, ટ્રેન નંબર 20923 તિરુનવેલી-ગાંધીઘામ હમસફર એક્સપ્રેસના સમયમાં 30 માર્ચથી ફેરફાર, ટ્રેન નંબર 20931 ચોકુવેલી-ઇંદોર એક્સપ્રેસના સમયમાં 31 માર્ચથી ફેરફાર અને ટ્રેન નંબર 20909 કોચુવેલી-પોરબંદર એક્સપ્રેસના સમયમાં 2 એપ્રિલથી ફેરફાર કરાશે.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version