Site icon

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશાના મોત પહેલા પાર્ટીમાં શું થયું હતું તે અંગે તેના મિત્રએ કર્યો ખુલાસો… જાણો વિગતે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

08 ઓગસ્ટ 2020

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. સુશાંતના મોતની તપાસ હવે સીબીઆઈના હાથમાં છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર સુશાંતના મોત અંગે જુદા જુદા દાવા કરવામાં આવી રહ્યા છે. આવો જ એક દાવો સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે કે સુશાંત સિંહના મોતમાં તેની ભૂતપૂર્વ મેનેજર દિશા સલિયનની પણ ભૂમિકા હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાને ગત 8 જૂનની મધ્યરાત્રીએ બિલ્ડિંગના 14 મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. હવે દિશાના નજીકના મિત્રએ આ આખી ઘટના અંગે મોટો ખુલાસો કર્યો છે. ઘટનાના દિવસે તેનો મંગેતર રોહન, હિમાંશુ અને કોલેજના બે મિત્રો નીલ અને દીપ તેના ઘરે આવ્યા હતા. તે દિવસે બધા પાર્ટી કરી રહ્યા હતા. દિશાએ પાર્ટી   થોડો સમય ચાલ્યા પછી તેના મિત્ર સાથે લોકડાઉન પછી શું કરવું તે અંગે ચર્ચા કરી હતી. 

દિશાના મિત્રના જણાવ્યા અનુસાર આ પછી તે તેના રૂમમાં ગઈ અને અંદરથી દરવાજો લોક કરી દીધો. જ્યારે દિશાએ લાંબા સમય સુધી દરવાજો ખોલ્યો નહીં, ત્યારે દિશાના મંગેતરએ બીજી ચાવી સાથે બેડરૂમનો દરવાજો ખોલ્યો અને જોયું કે રૂમમાં બધું સામાન્ય છે પરંતુ  દિશા રૂમની અંદર નહોતી પણ જ્યારે તેના મિત્રોએ નીચે જોયું ત્યારે દિશા બિલ્ડિંગની નીચે પડી હતી. તેના મિત્રએ કહ્યું કે જ્યારે બધા મિત્રો નીચે પહોંચ્યા ત્યારે દિશા જીવતી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. નોંધપાત્ર વાત છે કે સુશાંતે મોબાઇલ ઇન્ટરનેટ પર દિશાને લગતા સમાચાર પણ વાંચ્યા હતા. દિશાના મોતથી સુશાંત પણ ચોંકી ગયો હતો…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https

Email : TheNewsContinuous@gmail.com   

://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   ​​​​​​

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version