Site icon

આ તારીખ શરૂ થઈ રહી છે ચૈત્રી નવરાત્રી..જાણો આ દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ

chaitra navratri 2023 kalash sthapana muhurat

આજથી શરૂ થઇ રહી છે ચૈત્ર નવરાત્રી, જાણો કળશ સ્થાપના વિધિ અને શુભ મુહૂર્ત

News Continuous Bureau | Mumbai

હિંદુ ધર્મમાં શક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રીનું આગવું મહત્વ છે. આમ તો વર્ષમાં ચાર નવરાત્રી આવે છે પરંતુ તેમાં બે નવરાત્રી ગુપ્ત નવરાત્રી હોય છે. જે મહા અને અષાઢ મહિનામાં આવે છે. તો બાકીની બે નવરાત્રી એટલે કે ચૈત્રી નવરાત્રી અને શારદીય નવરાત્રીનું સૌથી વધારે મહત્વ હોય છે. નવરાત્રી દરમિયાન માં દુર્ગાના 9 રૂપોની આરાધના કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીનું મહત્વ એ માટે પણ વધારે મહત્વ હોય છે કે કારણે હિન્દુ પંચાગ અનુસાર ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસથી હિન્દુ નવ વર્ષ એટલે કે નવ સવંત્સરની શરૂઆત થાય છે.

Join Our WhatsApp Community

આ વર્ષે નવરાત્રી 2 એપ્રિલથી શરૂ થશે, જે 11 એપ્રિલ, સોમવાર સુધી ચાલશે. હિંદુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. નવરાત્રીના આ પવિત્ર દિવસોમાં આપણે ઘણી વાર એવી ભૂલો કરીએ છે જે ન કરવી જોઈએ. આપણે  જાણતા અજાણતા  કેટલાક એવા કાર્ય પણ કરીએ છીએ જે નવરાત્રીના શુભ સમયમાં ન કરવા જોઈએ. તો આવો જાણીએ માતાના પવિત્ર પર્વમાં શું કરીએ અને શુ નહી કરવું…    

 આ સમાચાર પણ વાંચો : મૂંગા પ્રાણીને મળ્યો ન્યાય. પ્રાણીઓને નુકસાન નહીં પહોંચાડવાની પ્રતિજ્ઞા લેતા કોર્ટે બક્ષ્યો. એફઆઈઆર કરી રદ.. જાણો વિગતે

1 નોરતામાં દરરોજ માતાજીના મંદિરમાં જઈને, માતાજીનું ધ્યાન કરવું જોઈએ અને પરિવારની ખુશી માટે પ્રાર્થના માતાજીને કરવી જોઈએ. 

2. શાસ્ત્ર કહે છે કે દરરોજ સાફ જળ, નવરાત્રીમાં માતાજીને અર્પિત કરવામાં આવે તો આ કાર્યથી માતાજી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. 

3. જો તમે ઘરમાં જ રહો છો અને બહાર નથી જતા છે તો તમે સ્વચ્છતાની દ્રષ્ટિએ ઉઘાડા પગે રહેવું જોઈએ. આ સાથે જ સ્વચ્છ અને પવિત્ર કપડાનો જ ઉપયોગ વ્યક્તિએ કરવો જોઈએ.

4 નવરાત્રીમાં માણસે નવ દિવસ સુધી દેવી માતાજીનો ખાસ શ્રૃંગાર કરવો જોઈએ. શ્રૃંગારમાં માતાના વસ્ત્ર , ફૂલોની માળા,હાર અને નવા વસ્ત્રોથી માતાજીના શ્રૃંગાર કરાય છે.  

 આ સમાચાર પણ વાંચો : આવકવેરા વિભાગનો સપાટો.. રિયલ્ટી કિંગ હિરાનંદાની ગ્રુપ બાદ આજે આ ટુ-વ્હીલર કંપનીના ચેરમેનના ઘરે-ઓફિસે પાડ્યા દરોડા… જાણો વિગતે

5 નવરાત્રીમાં ઘરમાં લસણ અને ડુંગળીનો પ્રયોગ ન કરવો જોઈએ. લસણ, ડુંગળી, માસાહાર વગેરે માણસની તામસી પ્રવૃત્તિને જાગૃત કરે છે, માટે તેનાથી દૂર રહેવું જોઈએ. 

6 નવરાત્રીમાં વ્યક્તિએ દાઢી, નખ અને વાળ ન કાપવા જોઈએ. માનવામાં આવે છે કે આ પાવન દિવસો દરમિયાન આ કામ કરવાથી ભવિષ્યમાં સફળતા મળવાની સંભાવના ઘટી જાય છે.

7 માતાના નવ દિવસો દરમિયાન ભક્તો ઉપવાસ રાખીને માબી પૂજા કરે છે. એવામાં વ્યક્તિએ માંસહારી ભોજન અને દારૂ ન પીવો  જોઈએ.

8 જો તમે ચાલીસા કે સપ્તશતી પાઠ કરો છો તો તેની વચ્ચે જમવું ન જોઈએ, તેનાથી નકારાત્મક શક્તિઓ આવે છે. આ સિવાય આ દિવસોમાં ચામડાની બનેલી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version