Site icon

સાવધાન- વોટ્‌સઅપે સપ્ટેમ્બરમાં 26 લાખથી વધુ એકાઉન્ટ કર્યા બંધ- આ ભૂલ કરી તો તમારો નંબર પણ થઈ જશે બેન

News Continuous Bureau | Mumbai

 સોશિયલ નેટરવર્કિંગ કંપની(social networking company) વોટ્‌સઅપ(Whatsapp) સતત ફેક એકાઉન્ટને લઈન કાર્યવાહી કરતી આવી છે. ત્યારે હવે વોટ્‌સઅપે વધુ એક વખત મોટી કાર્યવાહી કરી છે. હાલમાં જ વોટ્‌સઅપે સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં બ્લોક કરાયેલા વોટ્‌સઅપ એકાઉન્ટનો(WhatsApp account) આંકડો જારી કર્યો છે. એકાઉન્ટને લઈને સતત કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે હવે વોટ્‌સઅપે સપ્ટેમ્બર મહિનાના આંકડા જારી કર્યા છે. 

Join Our WhatsApp Community

આ આંકડા અનુસાર, વોટ્‌સઅપે ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં ૨૬.૮૫ લાખ ફેક એકાઉન્ટ( Fake account) બ્લોક કર્યા છે. આમાં ૮.૭૨ લાખે એવા એકાઉન્ટ છે જેને રિપોર્ટ કરાયા પહેલા જ સસ્પેન્ડ કરાયા હતા. આ પહેલા ઓગસ્ટમાં પણ વોટ્‌સઅપે ૨૩.૨૮ લાખ ફેક એકાઉન્ટને બ્લોક કર્યા હતા. સપ્ટેમ્બરનો આંકડો ઓગસ્ટના આંકડાથી ૧૫ ટકા વધુ છે. વોટ્‌સએપે સપ્ટેમ્બર મહિનાના યુઝર સિક્યોરિટી રિપોર્ટમાં(User Security report) જણાવ્યું છે કે, ૧ સપ્ટેમ્બર ૨૦૨૨થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ વચ્ચે ૨,૬૮૫,૦૦૦ વોટ્‌સઅપ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમાંથી ૮૭૨,૦૦૦ એકાઉન્ટને યુઝર તરફથી કોઈપણ અહેવાલો પહેલાં પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. ભારતીય ખાતાની ઓળખ  ૯૧ ફોન નંબર દ્વારા થાય છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈવાસીઓ ધ્યાન આપો. સવાર સવારમાં વાકોલાના આ બ્રિજ પર અકસ્માત સર્જાતા ટ્રાફિક વ્યવહાર પડ્યો ધીમો..

સામાન્ય રીતે વોટ્‌સઅપ એકાઉન્ટ બ્લોક કરવાની બે રીત છે. પહેલી રીતમાં વોટ્સઅપની અલગોરિધમ સિસ્ટમ(Algorithm system) જ મેસેજ ઓળખી જઈને તેને અટકાવે છે. બીજી સિસ્ટમ ફરિયાદ મળવા અંગેની છે. કોઈ એકાઉન્ટ કે મોકલનારની ફરિયાદ મળે તો પછી વોટ્સઅપ તપાસ કરીને તેની સામે કાર્યવાહી કરે છે. માટે કોઈ પણ પ્રકારના વોટ્સઅપ મેસેજ ફોરવર્ડ કરતાં પહેલા એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તેનાથી વોટ્સઅપની પોલિસીનો ભંગ તો નથી થતો ને.. કે પછી સરકારી નિયમ વિરુદ્ધ મેસેજ તો નથી ને.

 

Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Exit mobile version