Site icon

સાવધાન.. વોટ્સએપએ એક મહિનામાં 18 લાખ ભારતીય એકાઉન્ટ પર લગાવ્યો પ્રતિબંધ, આ કારણોસર કરવામાં આવી કાર્યવાહી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 02, માર્ચ 2022,          

Join Our WhatsApp Community

બુધવાર, 

વોટ્સએપ એપ્લિકેશન વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે. લાખો લોકો દરરોજ મેટાની માલિકીના આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. વોટ્સએપ તેના વપરાશકર્તાઓ માટે પ્લેટફોર્મને સુરક્ષિત રાખવા માટે નિયમિતપણે બહુવિધ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકે છે. આ જ ક્રમમાં કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. 

મેસેજિંગ એપ વોટ્સએપે જાન્યુઆરી 2022માં 18.58 લાખ ભારતીય વોટ્સએપ યુઝર્સને પ્રતિબંધિત કર્યા છે. વોટ્સએપને 495 ભારતીય ખાતાઓ વિરુદ્ધ ફરિયાદો મળી હતી, જેમાં 285 એકાઉન્ટને પ્રતિબંધિત કરવાની અપીલ કરવામાં આવી હતી. તેમાંથી 24 પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 18.58 લાખ એકાઉન્ટમાંથી મોટાભાગનાને કંપનીએ તેની એપ અને સંસાધનો દ્વારા ગેરવર્તણૂકના આધારે પ્રતિબંધિત કરી દીધા હતા. 

શું ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના મોસ્ટ એલિજિબલ બેચલર સલમાન ખાને બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા સાથે કરી લીધા ગુપચુપ લગ્ન? જાણો શું છે આ ફોટા પાછળ ની હકીકત
 

વોટ્સએપએ બેન કરેલા એકાઉન્ટ્સનો ડેટા પણ શેર કરવામાં આવ્યો છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (ઇન્ટરમિડીયેટ ગાઇડલાઇન અને ડિજિટલ મીડિયા કોડ ઑફ કન્ડક્ટ) નિયમો, 2022 હેઠળ, વોટ્સએપ ઇન્ડિયાએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, અમારી રિપોર્ટ્સ સુવિધા દ્વારા યુઝર્સ પાસેથી પ્રાપ્ત થયેલ છે. કંપની ભારતીય એકાઉન્ટ્સની ઓળખ 10 અંકના મોબાઈલ નંબર પહેલા +91 ના આઈએસડી કોડ દ્વારા કરે છે.

મેટાની માલિકી ધરાવતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પોતાના યુઝર્સ માટે અવારનવાર નવા ફીચર્સ અને અપડેટ્સ લાવે છે. સાથે જ કંપની સુરક્ષા પર પણ ધ્યાન આપે છે, જેથી યુઝર્સનો ડેટા અને વ્યક્તિગત માહિતી સુરક્ષિત રહે. આવી સ્થિતિમાં, કંપની કેટલીકવાર કેટલાક ખોટા અથવા નકલી એકાઉન્ટ્સને લઈને કડક પગલાં લે છે.

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version