Site icon News Continuous Bureau | Mumbai

વોટ્સએપની શરતો માની લેજો.. નહી તો બંધ થઈ જશે તમારો એકાઉન્ટ.. વાંચો વિગતવાર.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
06 જાન્યુઆરી 2021

જો તમે વોટ્સએપની સેવાની નવી શરતોને મંજૂરી નહીં આપો તો તમારું વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ થઈ શકે છે. વોટ્સએપની નવી સેવાની શરતો 8 ફેબ્રુઆરી 2021 થી લાગુ થશે. તમે તમારુ વોટ્સએપ ચાલુ રાખવા માંગો છો, તો તમારે તેના નવા નિયમો માનવા પડશે. કારણ કે આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ પોતાની પૉલિસીમાં પરિવર્તન કરવા જઈ રહ્યું છે. 

Join Our WhatsApp Channel

મંગળવાર રાતથી વોટ્સએપ દ્વારા પોતાના યુઝર્સને ઈન-એપ નોટિફિકેશન મોકલીને પોતાની પૉલિસીમાં થનારા ફેરફાર વિશે જણાવી રહ્યું છે. યુઝર્સ જો આ પ્લેટફોર્મનો ઉપયોગ ચાલુ રાખવા માંગે છે, તો તેમણે 8 ફેબ્રુઆરી 2021 સુધી કંપનીની અપડેટેડ ટર્મ્સ અને પૉલિસી માનવી પડશે. નવા અપડેટને નહીં સ્વીકારશો તો કંપની તેમારો એકાઉન્ટ ઓટોમેટિક ડિલીટ કરી દેશે.

અત્યારે તમને અપડેટમાં “NOT NOW” નું ઑપ્શન દેખાઈ રહ્યું હશે. એટલે કે, જો તમે આ નવી પૉલિસી થોડા સમય માટે સ્વીકાર નહીં કરો, તો પણ તમારો એકાઉન્ટ ચાલુ રહેશે. જો કે પાછળથી એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવશે. પરંતુ વપરાશકારો એ ગભરાવાની જરૂર નથી. કંપનીએ પોતાની સાઈટ પર સમગ્ર જાણકારી આપતા જણાવ્યું છે કે, ખરેખર શું બદલાઈ રહ્યું છે…

Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Exit mobile version