Site icon

સ્વાસ્થ્ય જાણકારી- વજન ઘટાડવા માટે કારગર છે અંકુરિત ઘઉંના છોડનું ઘાસ એટલે કે ઘઉં ના જવારા- જાણો તેનાથી થતા અન્ય ફાયદા વિશે

News Continuous Bureau | Mumbai

આપણે ઘણીવાર આપણી આસપાસની વસ્તુઓમાંથી સૌથી વધુ લાભ મેળવવા વિશે વિચારીએ છીએ. ખાસ કરીને જ્યારે વજન ઘટાડવાની(weight loss)વાત આવે છે ત્યારે આપનો પ્રયાસ હોય છે કે આહારમાં તે વસ્તુઓનો સમાવેશ કરીએ જેમાં હાજર પોષક તત્વો શરીરની ચરબી ઘટાડવામાં ફાયદાકારક સાબિત થાય છે. આવી જ એક અદ્ભુત વસ્તુ અંકુરિત ઘઉંના છોડનું ઘાસ (wheatgrass)છે. તમને જણાવી દઈએ કે ઘઉંના છોડનું ઘાસ અંકુરિત ઘઉંમાંથી નીકળે છે અને તેને ઘઉંના જવારા પણ કહી શકાય. આ ઘઉંના જવારામાં એમિનો એસિડ, વિટામિન, આયર્ન, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. જે લોકો ગ્લુટેન ફ્રી (glutan free)વસ્તુઓનું સેવન કરે છે તેઓ ખાસ કરીને તેને ખાઈ શકે છે. આવો જાણીએ વજન ઘટાડવાની સાથે સાથે ઘઉંના જવારા નું સેવન કરવાથી શું ફાયદા થાય છે.

Join Our WhatsApp Community

1. વજનમાં ઘટાડો

ઘણા અભ્યાસોમાં એવું પણ જાણવા મળ્યું છે કે વજન ઘટાડવા(weight loss) માટે ઘઉં ના જવારા( વ્હીટગ્રાસ) પણ ખાઈ શકાય છે. એટલું જ નહીં તેની અસર શરીર પર ઝડપથી થાય છે. તે મેટાબોલિઝમને વેગ આપે છે અને શરીરને એનર્જી પણ આપે છે. ઘઉં ના જવારા ને ગરમ પાણીમાં પીસીને સવારે ખાલી પેટે પીણાની જેમ પીવાથી ફાયદો થાય છે. આ પીણું પીધા પછી શરીર લાંબા સમય સુધી ભરેલું લાગે છે, જેનાથી ખાવાનું ઓછું થાય છે.

2.પાચન સારું થાય છે

એન્ઝાઇમની વધુ માત્રાને કારણે, પાચનને સરળ બનાવવાની સાથે, તે શરીરને પોષક તત્વોને યોગ્ય રીતે શોષવામાં મદદ કરે છે. જેના કારણે પાચનક્રિયા અનેક ગણી સારી રીતે કરી શકાય છે. ઘઉં ના જવારા (wheatgrass) શરીરને ડિટોક્સિફાય કરવામાં પણ મદદરૂપ છે, જે ગેસ, પેટ ફૂલવું અને પેટની ઘણી સમસ્યાઓથી રાહત આપે છે.

3. રોગપ્રતિકારક શક્તિ

ઘઉં ના જવારા શરીરની રોગપ્રતિકારક શક્તિ (immunity)વધારવામાં પણ અસરકારક છે. આનાથી ઘણા પ્રકારના ઈન્ફેક્શન અને નાની-મોટી બીમારીઓનું જોખમ ઓછું થઈ જાય છે.

4. વાળનો માસ્ક

સ્વાસ્થ્ય લાભો ઉપરાંત, ઘઉં ના જવારા  ત્વચા અને વાળની ​​સંભાળમાં(hair care) પણ સારા  સાબિત થાય છે. વાળને મજબૂત કરવા માટે ઘઉં ના જવારા નો માસ્ક બનાવી શકાય છે. આ માટે ઘઉં ના જવારા ને ધોઈને પીસીને વાળમાં 15 થી 20 મિનિટ સુધી રાખો.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- મહિલાઓ માટે સુપર ફૂડ છે ચિયા સીડ્સ-જાણો તેના ફાયદા વિશે

Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Exit mobile version