Site icon

રેલવે મંત્રીએ કરી દીધી મોટી જાહેરાત- આ વર્ષથી દેશમાં દોડશે પહેલી બુલેટ ટ્રેન- વર્લ્ડ ક્લાસ હશે 199 સ્ટેશન

 News Continuous Bureau | Mumbai

રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ(Ahemdabad)ની યાત્રા દરમિયાન બુલેટ ટ્રેન(Bullet Train)ને લઇને મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યું છે કે દેશની પહેલી બુલેટ ટ્રેન 2026માં શરૂ થશે. હાલમાં તેના પર કામ શરૂ કરી દેવાયું છે. આ સિવાય તેમણે કહ્યું કે  199 સ્ટેશનોને વર્લ્ડ ક્લાસ (World class) બનાવવા માટે માસ્ટર પ્લાન ચાલી રહ્યો છે. આ અંતર્ગત અમદાવાદ રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવામાં આવશે.

Join Our WhatsApp Community

વંદે ભારત એક્સપ્રેસ(Vande Bharat Express) દુર્ઘટના અંગે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દેશના તમામ રેલ્વે ટ્રેક હજુ પણ જમીન પર છે. જેથી ઢોરની સમસ્યા યથાવત છે. જો કે, આવી સમસ્યાઓનો સામનો કરવા માટે ટ્રેનો તૈયાર કરવામાં આવી રહી છે. ગુરુવારની ઘટના પછી પણ વંદે ભારત ટ્રેનને કંઈ થયું નથી. આગળના ભાગના સમારકામ બાદ ટ્રેન ફરી દોડતી થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : BKC ખાતે યોજાયેલી CM શિંદેની દશેરા રેલીના ખર્ચની તપાસ થશે- મુંબઈ હાઈકોર્ટમાં સામાજિક કાર્યકર્તાએ દાખલ કરી અરજી-ઉઠાવ્યા આવા અનેક સવાલ

અશ્વિની વૈષ્ણવે(Ashwini Vaishnav) કહ્યું કે ગુજરાત(Gujarat)માં 5G લેબ બનાવવામાં આવશે. વૈષ્ણવ આઈટી(IT) અને ટેલિકોમ મંત્રી(Telecome Minister) પણ છે. તાજેતરમાં, તેમણે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ(India Mobile Congress) માં કહ્યું હતું કે સરકાર દેશમાં 5G ટેકનોલોજી(5G Technology) થી સજ્જ 100 લેબ સ્થાપવાની યોજના ધરાવે છે. તેમાંથી ઓછામાં ઓછી 12 લેબનો ઉપયોગ વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે અને અન્ય લેબનો નવા પ્રયોગો માટે ઉપયોગ કરવામાં આવશે.

Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Expenditure limit: ઉમેદવારોને મોટી રાહત! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ‘ખર્ચ મર્યાદા’માં જબરદસ્ત વધારો – શું છે નવું ગણિત?
Exit mobile version