Site icon News Continuous Bureau | Mumbai

આકાશ-શ્લોકા અંબાણીના પુત્રનું થયું નામકરણ, પિતા આકાશના નામ સાથે દાદા મુકેશનું પણ છે જોડાણ… વાંચો રસપ્રદ કારણ..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

24 ડિસેમ્બર 2020

દેશના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ના વડા મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અને પૂત્રવધુ એટલે કે આકાશ અને શ્લોકોએ પોતાના પુત્રનું નામકરણ કર્યું છે. અંબાણી પરિવારે ઘરના નવા સભ્યનું નામ જાહેર કર્યું છે. આકાશ અને શ્લોકાના પુત્રનું નામ ‘પૃથ્વી આકાશ અંબાણી’ રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત 10 ડિસેમ્બરના રોજ આકાશ પિતા બન્યા હતા.

આકાશના દીકરાનું નામ પૃથ્વી રાખવા પાછળનું કારણ માનવામાં આવી રહ્યું છે કે મુકેશ એંબાણી જ્યારે પિતા બન્યા હતાં અને તેમને આ સમાચાર જ્યારે મળ્યા ત્યારે તેઓ વિમાનમાં સવાર હતાં. તેમને પોતાના પુત્રના જન્મની જાણ થઈ ત્યારે તેઓ વિમાન એટલે કે આકાશમાં હતાં. માટે જ તેમણે પોતાના પુત્રનું નામ આકાશ અંબાણી રાખ્યું હતું. ત્યારે હવે લોકો કંઈક આવુ જ કનેક્શન ફરી એકવાર જોડી રહ્યાં છે. દાદા મુકેશ અંબાણીને પોતાના પૌત્રના જન્મની જાણ થઈ ત્યારે તેઓ જમીન પર જ હતાં. માટે આકાશ-શ્લોકા અંબાણીના પુત્રનું નામ પૃથ્વી રાખવામાં આવ્યું છે. જોકે આવી કોઈ જ વાત કે તેની પાછળના કારણ પર અંબાણી પરિવાર તરફથી કોઈ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version