ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 ઓગસ્ટ 2020
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ના એન્ટી કરપ્શન યુનિટના વડા, અજિત સિંહે બાયો-વાતાવરણને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝન કેવી રીતે વધુ સુરક્ષિત રહેશે તેના પર વિચાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 13મી ટુર્નામેન્ટ માટે કોઈ ખાસ (ભ્રષ્ટાચાર માટે) પગલાં લેવામાં આવ્યાં નથી. જયારે તેમને પૂછવામાં આવ્યું કે શું આઇપીએલ-13ની મેચો સૌથી સુરક્ષિત વાતાવરણમાં રમાડવામાં આવી રહી છે, ત્યારે તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે આ વખતની સ્પર્ધા સુરક્ષિત વાતાવરણમાં રમાઈ રહી છે. આ પહેલાં એન્ટી કરપ્શન યુનિટના અધ્યક્ષે કહ્યું હતું કે કોઈ એ નથી કહી શકતું કે IPLની મેચો સૌથી સુરક્ષિત વાતાવરણમાં રમાવાની છે, પણ ભ્રષ્ટાચાર વિરોધી દ્રષ્ટિકોણથી રમાવાની છે, કારણ કે ટીમો, સહયોગી કર્મચારીઓ અને બહારના લોકો વચ્ચે કોઈ વાતચીત નથી થવાની. તેથી આ આઇપીએલની ટુર્નામેન્ટ તુલનાત્મક રીતે વધુ સુરક્ષિત થવાની છે અને એમાં કોઈ ગડબડ નથી થવાની. આઇપીએલ-13 ટુર્નામેન્ટ 53 દિવસ માટે આયોજિત કરવામાં આવી છે. જે દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં રમાવાની છે. જેના માટે ટીમો 20 ઓગસ્ટે સંયુક્ત આરબ અમીરાત પહોંચશે..
ભારતમાં દર વર્ષે આઈપીએલ ક્રિકેટના તહેવારની માફક આયોજિત થાય છે. દુનિયાભરના ટૉપ ખેલાડી આ લીગનો ભાગ બનવા માટે ભારત આવે છે. આઇપીએલની 13મી ટુર્નામેન્ટ મૂળ માર્ચમાં આયોજિત કરવામાં આવી હતી, પરંતુ કોરોના મહામારીને કારણે સ્થગિત કરવામાં આવી હતી, જે હવે 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યુએઈમાં રમાવાની છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com