Site icon News Continuous Bureau | Mumbai

કાયદાકીય અખાડામાં શું પોલીસને ચીત કરશે સુશીલકુમાર? પોલીસના હાથ હજી કોરા, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 3 જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

સાગર રાણા હત્યાકેસને લગભગ એક મહિનાનો સમય થયો છે, પરંતુ પોલીસને હજી સુધી આ કેસમાં કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. જ્યારે આ કેસના કેટલાક આરોપીઓ હજી ફરાર છે, જેની ધરપકડ પોલીસ માટે પડકારરૂપ છે. છત્રસાલ સ્ટૅડિયમમાં લગાવેલા CCTV કૅમેરાના ફૂટેજ સિવાય સુશીલ દ્વારા બનાવના સમયે પહેરેલાં કપડાં અને દંડા હજી પણ મળ્યા નથી.

દરમિયાન ઑલિમ્પિક ચંદ્રક વિજેતા સુશીલકુમારના દસ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા પછીદિલ્હી પોલીસે તેને વધુ ત્રણ દિવસ માટે રિમાન્ડમાં રાખવાની માગ કરી હતી, પરંતુ દિલ્હીની રોહિણી કોર્ટે અપીલ નકારી કાઢી છે અને સુશીલને જેલમાં મોકલ્યો છે. પોલીસે ફરી એકવાર આરોપી પહેલવાન સુશીલકુમાર પર  તપાસમાં સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો છે.

મહારાષ્ટ્ર સરકારની અનોખી પહેલ : ગામડાઓને કોરોનો મુક્ત કરવા 50 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત; જાણો  વધુ વિગત

ઉલ્લેખનીય છે કે દસ દિવસના રિમાન્ડમાં પોલીસને કોઈ ચોક્કસ અને મજબૂત પુરાવા મળ્યા નથી. એટલું જ નહીં, જો સુશીલના ભાગીદાર આરોપી પ્રિન્સ દલાલના મોબાઇલમાંથી ક્રાઇમ બ્રાન્ચને ઘટનાના ફૂટેજ ન મળ્યા હોત, તો તેના હાથ સંપૂર્ણ ખાલી હોત. જોકેઆ દરમિયાન દિલ્હી પોલીસની ઘણી ટીમો કાર્યરત રહી છે. ક્રાઇમ બ્રાન્ચ એની તપાસમાં હજી સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી.

Devotee Bus Accident ભોપાલથી ખાટુશ્યામ દર્શનાર્થે જતી મિની બસ ૧૫ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી; ૮ શ્રદ્ધાળુઓના મોત, ૧૭ થી વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Trump waives US sanctions ભારત, ચીન સહિતના દેશો પરથી ૧૦૦% ટેરિફની ઘાત ટળી ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદી માટે આપી મોટી છૂટ
Starlink Hits Back At Reliance મસ્કઅંબાણી વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ રિલાયન્સના નિવેદન પર સ્ટારલિંકનો જોરદાર પલટવાર, કહ્યું ‘અમે ભારતને હાઈસ્પીડ ઈન્ટરનેટ…’
Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
Exit mobile version