Site icon

આ વર્ષે કડકડતી ઠંડીનો સામનો કરવા થઈ જાવ તૈયાર.. જાણો શું કહ્યું હવામાન વિજ્ઞાનીઓએ..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
15 ઓક્ટોબર 2020

દેશના ઉત્તર ક્ષેત્રના પહાડી અને મેદાની વિસ્તારમાં ચોમાસાની ઔપચારિક વિદાઈની સાથે શિયાળાની ઋતુની શરુઆત થઈ ગઈ છે. આગામી શિયાળાની સિઝનમાં કડકડતી ઠંડી પડશે અને શિયાળો લાંબો હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. હવામાં ઘટતી આદ્રતા, સુકી હવા અને સ્પષ્ટ હવામાનને કારણે ઠંડીની લહેર શરુ થઈ જાય છે. 

Join Our WhatsApp Community


15 ઓક્ટોબરથી તાપમાનમાં ઘટાડો નોંધાશે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.  ઉત્તર ક્ષેત્રોમાં ભારે દબાણના કારણે હવાની ગતિ વધી છે. જમ્મૂ-કશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબમાં ચોમાસાએ અલવિદા કહ્યું  છે. ત્યારે હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમ-ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશમાં ચોમાસું પૂર્ણ થયું છે.
આવનારો શિયાળો ખેતી માટે મહત્વપૂર્ણ રહેશે. આ દરમિયાન ઈન્ડિયન ઈસ્ટિટ્યૂટ ઓફ વ્હીટ એન્ડ બારલે રિસર્ચના ડિરેક્ટરે કહ્યું છે કે ચોમાસાના સારા વરસાદને કારણે મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનની માટીમાં ભેજ છે જેના કારણે ઘઉંનો પાક સારો થઈ શકે છે. 
આ વર્ષે ગરમી અને વરસાદે રેકર્ડ તોડયા બાદ શિયાળો પણ ઠંડીના રેકોર્ડ તોડે તેવા એંધાણ છે. આ વર્ષે શિયાળો લાંબો ચાલશે અને ઠંડી પણ હાડ થિજાવી દે તેવી પડવાની આગાહી હવામાન વિજ્ઞાનીઓએ કરી છે. આથી વિપરીત ઉત્તરી ક્ષેત્રમાં જળાશયોમાં જલ સ્તર સામાન્યથી ઓછું થયું છે. ઘઉં ઉત્પાદક આ રાજ્યોમાં ખેતી 100 ટકા સિંચિત છે પરંતુ શિયાળો લાંબો ખેંચાવાથી ઘઉંની ઉત્પાદકતા વધી શકે છે

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version