News Continuous Bureau | Mumbai
Kaavaalaa: ગત 6 જુલાઈએ તમન્ના ભાટિયા અને રજનીકાંતની ફિલ્મ જેલરનું પહેલું ગીત ‘કાવાલા’ રિલીઝ થયું હતું. અનિરુદ્ધ રવિચંદર અને શિલ્પા રાવ દ્વારા ગવાયેલ આ ગીત રિલીઝ થયાની મિનિટથી જ દર્શકોમાં સુપર હિટ બની ગયું છે. ઘણા લોકો કાવાલાની પેપી ધૂન ના દીવાના બન્યા છે, અને ઘણા લોકોએ આ ગીતમાં તમન્ના ભાટિયા જે હૂક સ્ટેપ કરે છે તેને કરવાનો પ્રયાસ પણ કર્યો છે. કાવાલા ગીતના વિવિધ ડાન્સ પર્ફોર્મન્સ પૈકી, એક વીડિયોએ ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને તે વાયરલ થઈ રહ્યો છે.
જુઓ વિડીયો
આ સમાચાર પણ વાંચો : Alia Bhatt : બિગ બોસ ઓટિટિ 2 માં બહેન પૂજા ભટ્ટ નહીં, આ સ્પર્ધક છે આલિયા ના ફેવરિટ, આ કન્ટેસ્ટન્ટ ને બતાવ્યા શો ના ‘રોકી અને રાની’
વીડિયો ધૂમ મચાવી રહ્યો છે
આ ક્લિપ યુઝર અંજના ચંદ્રને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તે તેના ઘરના લિવિંગ રૂમની મધ્યમાં જાંબુડિયા રંગના લહેંગામાં તમન્ના ભાટિયાના હૂક સ્ટેપ કરી રહી છે. તેના ડાન્સ મૂવ્સ સામે તમન્ના ભાટિયા પણ ફેલ છે. અંજના ઇન્સ્ટાગ્રામ પર ડાન્સ રીલ્સ બનાવે છે. તે ફિલ્મી ગીતોને અલગ રીતે કોરિયોગ્રાફ કરે છે. 69.6K લોકો અંજનાને ફોલો કરે છે.
તમન્નાના હોટ લુકથી ચાહકો પ્રભાવિત
‘કાવલા‘ને ચાહકોનો પ્રેમ મળી રહ્યો છે, તમન્ના ભાટિયાની ફિલ્મ જેલરના બ્લોકબસ્ટર ગીત ‘કાવલા’એ ધૂમ મચાવી છે. તમન્નાના હોટ લુકથી ચાહકો પ્રભાવિત થયા છે. ‘કાવલા’માં તમન્નાનો ગ્લેમરસ લુક ચાહકોને પસંદ આવી રહ્યો છે.
