Site icon

જિમમાં યુવતીઓ આમને-સામને- કસરત કરવા બાબતે જામી પડી- એકબીજાના ખેંચ્યા વાળ- જુઓ વિડીયો 

News Continuous Bureau | Mumbai

પોતાની ફિટનેસ(fitness) માટે લોકો જીમ જાય છે. ખુબ મહેનત કરી બોડી બનાવે છે. કસરત(Exercise)ની સાથે મિત્રતા પણ થતી હોય છે. પરંતુ અહીં ક્યારેક અખાડો પણ બની જતો હોય છે. યુવકો જિમ(Gym)માં ઝગડો કરે તેવા સમાચાર તો મળતા હોય છે. પરંતુ આ વખતે મામલો બે યુવતીઓનો છે.

Join Our WhatsApp Community

 

હાલ સોશિયલ મીડિયા (Social media) પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે એક જિમનો વીડિયો છે. અહીં બે યુવતીઓએ જિમને યુદ્ધનું મેદાન બનાવી દીધુ. બંને વચ્ચે એક્સરસાઇઝને લઈને મારામારી (fighting) થઈ છે. વીડિયોમાં બંને યુવતી એકબીજાને મારવાનો પ્રયાસ કરી રહી છે. તેમાં પિંક શોર્ટ અને બ્લેક ટી-શર્ટમાં એક યુવતી જોઈ શકાય છે. તે રાહ જોઈ રહી છે. જે ઇક્વિપમેન્ટ પર તે એક્સરસાઇઝ કરવા ઈચ્છતી હતી તેના પર બીજી કોઈ યુવતી કસરત કરી રહી છે. પહેલી યુવતી હટવા બ્લેક ટીશર્ટ પહેરેલી પોતાના સ્મિથ મશીન તરફ આગળ વધે છે. અચાનક ત્યારે ગ્રીન ટી-શર્ટ અને બ્લેક લોઅર પહેરેલી યુવતી તેને ધક્કો મારી મશીન પર કબજો કરવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ બંને યુવતીઓ વચ્ચે જોરદાર લડાઈ શરૂ થાય છે. બંને એકબીજાના વાળ પકડી લે છે. એક બીજાને લાતો મારે છે. આ તમાશો જિમમાં લાગેલા કેમેરામાં રેકોર્ડ થઈ જાય છે. આ બંને યુવતીઓને ઝગડો કરતી જાેઈ ત્યાં હાજર અન્ય યુવતીઓ અને મહિલા(women)ઓ બંનેને બચાવવા માટે આવે છે. 

આ ઓનલાઇન શેર થયા બાદ આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે. વીડિયો પર લોકો અલગ-અલગ રિએક્શન આપી રહ્યાં છે.

High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Rajasthan Crime: પત્નીના શ્યામ વર્ણથી નારાજ પતિએ એસિડ થી જીવતી સળગાવી, કોર્ટે આપ્યો આ ચુકાદો
Orange Shark: કોસ્ટા રિકા નજીક માછીમારોને એક દુર્લભ નારંગી રંગની શાર્ક મળી, અનોખા જીવની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version