ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 4 ડિસેમ્બર 2021
શનિવાર.
યાહૂએ ભારત માટે પોતાના 2021 ઈયર ઇન રિવ્યૂ (YIR) ની જાહેરાત કરી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યાહૂ સર્ચ એન્જિન પર સર્ચ કરવામાં આવેલી હસ્તીઓમાં ટોપ પર રહ્યાં છે
પીએમ મોદી બાદ ક્રિકેટર વિરાટ કોહલીનો નંબર આવે છે. તે બીજા સ્થાને છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આ દિવસોમાં ચર્ચામાં છે. તેઓ ત્રીજા સ્થાને રહ્યાં છે.
દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અનુક્રમે ચોથુ અને પાંચમું સ્થાન હાસિલ કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે યાહૂએ ૨૦૨૧નો યર ઈન રિવ્યૂ આપ્યો છે, એમાં ભારતીય યુઝર્સે સૌથી વધુ શું સર્ચ કર્યું એનો રીપોર્ટ આપવામાં આવ્યો છે.
