Site icon

સ્વાસ્થ્ય જાણકારી- દહીં ખાધા પછી આ વસ્તુનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર થાય છે વિપરીત અસર-તબિયત બગડી શકે છે

News Continuous Bureau | Mumbai

ઋતુ કોઈ પણ હોય, જો એક કપ દહીંને (curd)ભોજનમાં ભેળવીને ખાવામાં આવે તો ખાવાનો સ્વાદ અનેકગણો વધી જાય છે. વિટામિન B-2, વિટામિન B12, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ગુણો ધરાવતું આ દહીં સ્વાસ્થ્ય અને ત્વચા બંને પર અસર કરે છે. જો કે પ્રોબાયોટીક્સથી ભરપૂર દહીં સ્વાસ્થ્ય(healthy) માટે સારું છે, પરંતુ તેની સાથે કેટલીક અન્ય ખાદ્ય વસ્તુઓ લેવી અથવા દહીં ખાધા પછી તરત જ આ વસ્તુઓનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ શકે છે. આવો જાણીએ ક્યા છે આ ફૂડ્સ.

Join Our WhatsApp Community

1. દૂધ

દૂધ અને દહીંને એક સાથે નામ આપવામાં આવ્યું છે પરંતુ તે એકસાથે ખાવામાં નથી આવતા . દૂધ અને દહીં(milk and curd) એકસાથે ખાવાથી અથવા દહીં ખાધા પછી તરત જ દૂધ પીવાથી એસિડિટી, ઉબકા, હાર્ટબર્ન, પેટ ફૂલવું અને ઝાડા થઈ શકે છે. દૂધ અને દહીં બન્નેમાં ભરપૂર માત્રામાં ચરબી હોય છે, તેથી તેને એકસાથે ન ખાવું જોઈએ.

2. માછલી

આયુર્વેદ અનુસાર, વ્યક્તિએ એક સમયે વધુ પ્રોટીનયુક્ત(protein) ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. દહીં અને માછલી (curd and fish)બંને પ્રોટીનથી ભરપૂર હોય છે, જેના કારણે તેને એકસાથે ખાવાથી ત્વચાની સમસ્યા અને અપચો થઈ શકે છે.

3. ડુંગળી

ભોજનમાં ડુંગળી અને દહીં (curd and onion)એકસાથે ખાવા અથવા દહીંમાં ડુંગળી ઉમેરીને રાયતા બનાવવી એ ખોટી પસંદગી છે. તેનું કારણ એ છે કે દહીંની તાસીર ઠંડી હોય છે પણ ડુંગળીની તાસીર ગરમ હોય છે. ઠંડુ-ગરમ ખોરાક એકસાથે ખાવાથી શરીરમાં ત્વચાની એલર્જી અને પ્રતિક્રિયાઓ થઈ શકે છે.

4. કેરી 

દહીં ખાધા પછી તરત જ કેરી ખાવાથી અથવા દહીં સાથે કેરીનું(curd and mango) સેવન કરવાથી શરીરમાં ટોક્સિન્સ થઈ શકે છે. આ ફૂડ કોમ્બિનેશન એલર્જીનું કારણ બની શકે છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- સ્વાસ્થ્ય માટે ફાયદાકારક આદુના વધુ પડતા સેવનથી થઈ શકે છે આ આડ અસર- જાણો તેનાથી થતા નુકશાન વિશે

Bank Locker Rules 2026: ભૂલથી પણ બેંક લોકરમાં ન મૂકતા રોકડ, થઈ શકે છે જેલ! જાણો લોકર ધારકો માટે RBI ના 3 સૌથી મહત્વના બદલાવ
Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Exit mobile version