Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાની કરુણાંતિકા : દીકરાએ માને ફોન કરીને બે-ત્રણ દિવસમાં સાજો થઈને આવીશ કહ્યું અને પાંચ મિનિટમાં જ ઘરનો ચિરાગ બુઝાઈ ગયો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 29 મે 2021

Join Our WhatsApp Channel

શનિવાર

કોરોનામાં આખાના આખા પરિવાર બરબાદ થઈ ગયા છે. અનેક પરિવારોના ઘરના કુળદીપક બુઝાઈ ગયા છે. આવો જ એક કરુણ અને દિલ હચમચાવી નાખે એવો બનાવ હિમાચલ પ્રદેશમાં બન્યો હતો. કોરોનાગ્રસ્ત  રાજેશકુમારે હૉસ્પિટલમાંથી માતા સાથે ફોન પર વાત કરી હતી. તેની માતા જાણતી નહોતી કે દીકરા સાથેની આ તેની છેલ્લી વાત બની રહેશે. રાજેશે પોતે બે-ત્રણ દિવસમાં ઘરે સાજો થઈને આવશે એવું કહ્યું હતું. ફોન મૂકવાના પાંચ મિનિટમાં જ તેનું મૃત્યુ થઈ ગયું હતું.

હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના દસલેહડા તાલુકાના ગોચર ગામનો આ બનાવ છે. સવારના 7.50 વાગ્યે કોરોનાગ્રસ્ત દીકરા સાથે માતાએ ફોન પર વાત કરી હતી. ફોન પર માતા દુ:ખી લાગતાં પોતે સાજો થઈને બે–ત્રણ દિવસમાં તેની પાસે આવી જશે એવું કહ્યું હતું. દીકરાની વાત સાંભળીને માને પણ આશ્વાસન મળ્યું કે દીકરો જલદી તેની પાસે આવી જશે, પરંતુ  ભગવાનને કંઈક અલગ મંજૂર હતું. ફોન મૂકવાની પાંચ મિનિટની અંદર 8 વાગ્યે હૉસ્પિટલમાં જુવાનજોધ દીકરાએ અંતિમ શ્વાસ લીધા હતા.

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસમાં થયો ઘટાડો, પણ મૃત્યુ આંકમાં કોઈ સુધારો નહીં ; જાણો આજના નવા આંકડા

વ્યવસાયે ટ્રક-ડ્રાઇવર રહેલા રાજેશને 10 મેના હળવો તાવ આવ્યો હતો. 11 મેના તેણે કોરોનાની ટેસ્ટ કરાવતાં તે કોરોના પૉઝિટવ આવ્યો હતો. તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર બાદ પણ તેની તબિયતમાં સુધારો જણાયો નહોતો. સારવાર બાદ પણ તેને બચાવી શકાયો નહોતો, પરંતુ રાજેશને જાણે ભાસ થઈ ગયો હતો કે તે વધુ જીવશે નહીં. એથી પોતાની માતા સાથે ફોન પર વાત કરી હતી, જે મા-દીકરા વચ્ચેની છેલ્લી વાત બની રહી.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version