ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 માર્ચ 2021
બેંગલુરુમાં ઝોમેટો નો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. મળતી જાણકારી મુજબ કામ કરનાર એક મહિલાએ ઝોમેટો પર નાસ્તો મંગાવ્યો હતો. પરંતુ ત્યારબાદ તેણે પોતાનો ઓર્ડર કેન્સલ કરી નાખ્યો.આથી ગુસ્સે થયેલા ડીલેવરી બોય એ તે મહિલાને મુક્કાઓ મારી મારીને તેનું નાક તોડી નાખ્યું. તે મહિલાનું નામ હિતેશા ચંદ્રાણી છે અને તેને એટલા મુક્કા મારવામાં આવ્યા કે નાકથી લોહી વહેવા માંડ્યું.
હવે આ મામલો બેંગલુરુ પોલીસે સર્ચ કરી લીધો છે અને ડીલેવરી બોય ની ધરપકડ કરી છે.
ખરાબ કારણો થી વધુ એક વખત ઝોમેટો ચર્ચામાં છે.