કોરોનાના ખતરનાક અને વધારે ચેપી ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ્સના વધતા જતા કેસ વચ્ચે ચોંકાવનારી માહિતી સામે આવી છે
મહારાષ્ટ્રમાં આશરે દોઢ લાખ લોકો કોરોના રસીનો બીજો ડોઝ લેવા હાજર થયા નથી.
મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે આ દોઢ લાખ લોકોમાં 50-60 હજાર લોકો મુંબઈના છે. જે લોકો એમનો બીજો ડોઝ ચૂકી ગયાં છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ પોતાનો બીજો કોરોના-રસી ડોઝ ચૂકી ગયા હોય એવા લાભાર્થીઓને શોધવાની ઝુંબેશ આ મહિનાના આરંભમાં જ આદરી છે.
વેપારીઓને રાહત આપવાને મુદ્દે લડનારી જુદી-જુદી વેપારી સંસ્થાઓમાં જ અંદરોઅંદર વિવાદ; જાણો વિગત