Site icon

મુંબઈમાં કોરોના મહામારી વચ્ચે પણ ગયા વર્ષે સારુ રહ્યું પ્રોપર્ટીનું વેચાણ.. 2021 માં 38 હજાર એકમોનું વેચાણ થયું, BMCએ બિલ્ડિંગ ક્લિયરન્સ ફી તરીકે અધધ આટલા કરોડ રૂપિયાની કરી કમાણી- રિપોર્ટ 

News Continuous Bureau | Mumbai

દેશના મુખ્ય પ્રોપર્ટી માર્કેટ મુંબઈમાં માગ, પુરવઠા અને કિંમતના મોરચે અભૂતપૂર્વ તેજી આવે તેવી અપેક્ષા છે. અહીં કોવિડ -૧૯ મહામારીના કારણે પ્રતિબંધો હોવા છતાં ૨૦૨૧ માં ૩૮,૦૦૦ એકમોનું વેચાણ થયું છે. UBS સિક્યોરિટીઝ ઈન્ડિયાના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. આ મુજબ, મુંબઈની શહેરી સંસ્થા BMCએ ૨૦૨૧ માં બિલ્ડિંગ ક્લિયરન્સ ફી તરીકે લગભગ ૧૪,૨૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે પાછલા વર્ષ કરતાં પાંચ ગણી વધારે છે. 

Join Our WhatsApp Community

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવનારા દિવસોમાં મુંબઈ સૌથી વધુ નફાકારક પ્રોપર્ટી માર્કેટ બની શકે છે. યુબીએસ સિક્યોરિટીઝે જણાવ્યું હતું કે નિયમનકારી પહેલોને કારણે માગ અને પુરવઠા માં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. તેમના મતે મધ્યમ ગાળામાં મુંબઈમાં સપ્લાયમાં વધારો થશે. મોટાભાગની રિયલ એસ્ટેટ કંપનીઓએ મુંબઈ માટે તેમની યોજનાઓ વધુ ઝડપી બનાવી છે, એમ અહેવાલમાં જણાવાયું છે. આ ઉપરાંત, ક્લિયરન્સ ફીમાં ૫૦ ટકાની માફી, ઝૂંપડપટ્ટીના પુનર્વસન અને દરિયાકાંઠાના નિયમો સાથે પુનઃવિકાસ નીતિઓના ઉદારીકરણ જેવા નિયમનકારી પગલાં મધ્યમ ગાળામાં અહીં માગને વેગ આપશે. 

આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો માર! ઈંધણની કિંમતોમાં ભડકો, અઠવાડિયામાં પેટ્રોલ 3.20 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું, જાણો આજે ભાવમાં કેટલો વધારો થયો

તમને જણાવી દઈએ કે દેશના ટોપ સાત શહેરોમાં ૨૦૨૧માં રેસિડેન્શિયલ યુનિટના કુલ વેચાણમાં નવા પ્રોજેક્ટનો હિસ્સો લગભગ ૩૪ ટકા રહ્યો છે. પ્રોપર્ટી કન્સલ્ટિંગ ફર્મ એનારોકે જણાવ્યું હતું કે જાણીતા ડેવલપર્સ તરફથી નવા સપ્લાય અને રોકાણકારોની માગમાં વધારો થવાને કારણે આવું થયું છે. ૨૦૨૧માં ટોચના સાત શહેરોમાં ૨.૩૭ લાખ ઘરો વેચાયા હતા, જેમાંથી ૩૪ ટકા નવા પ્રોજેક્ટના હતા. બાકીના ૬૬ ટકા એકમો અગાઉ શરૂ કરાયેલા પ્રોજેક્ટ્‌સમાં હતા. 

સાત શહેરો જ્યાં કંપની વેચાણના આંકડાને ટ્રેક કરે છે તે છે દિલ્હી-NCR, મુંબઈ મેટ્રોપોલિટન રિજન, પુણે, કોલકાતા, બેંગલુરુ, ચેન્નાઈ અને હૈદરાબાદ. ૨૦૨૦માં આ સાત શહેરોમાં કુલ ૧.૩૮ લાખ હાઉસિંગ યુનિટ્‌સ વેચાયા હતા, જેમાંથી ૨૮ ટકા એ જ વર્ષમાં શરૂ થયેલા પ્રોજેક્ટના હતા. ૨૦૧૯માં વેચાયેલા કુલ ૨.૬૧ લાખ ઘરોમાં નવા પ્રોજેક્ટ્‌સનો હિસ્સો ૨૬ ટકા હતો. એનારોકે કહ્યું, નવા પ્રોજેક્ટ્‌સમાં ઘરોની માગ ફરી આવવા લાગી છે, આ પહેલા લાંબા સમયથી માગ માત્ર તૈયાર એકમોની જ હતી.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રની વિધાનસભામાં ભાજપના ધારાસભ્યનો સનસનીખેજ આરોપ, ગાયક સોનુ નિગમ ને પાલિકા કમિશનરના પરિવારજન ધમકાવે છે. મૂકી છે આ માગણી.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version