ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 07 માર્ચ, 2022,
સોમવાર,
મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCP નેતા નવાબ મલિકની ઈડી કસ્ટડી પૂરી થઈ ગઈ છે.
મુંબઈની વિશેષ પીએમએલ અદાલતે હવે એનસીપી નેતાને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે.
નવાબ મલિક 14 દિવસ એટલે કે 21 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે.
આ પહેલા અદાલતે ધરપકડ કરાયેલા એનસીપી નેતા નવાબ મલિકની કસ્ટડી 7 માર્ચ સુધી લંબાવી હતી.
ઉલ્લેખનીય છે કે ઈડીએ નવાબ મલિકની ગત 23 ફેબ્રુઆરીએ દાઉદ ઈબ્રાહિમ સંબંધિત કેસ મની લોન્ડ્રિંગ મામલે ધરપકડ કરવામાં આવી હતી.