Site icon

મુંબઈની એસી લોકલમાં ફરી થયો અકસ્માત – આ ટ્રેનના એક ડબ્બામાં લગેજ રેક તૂટી પડ્યો- જુઓ ફોટો

News Continuous Bureau | Mumbai

તાજેતરમાં થાણેમાં એસી લોકલ(AC Local Train)ના દરવાજા ખુલ્યા ન હતા. હવે એસી લોકલ ટ્રેનના એક ડબ્બામાં લગેજ રેક(luggage rack) તૂટી પડ્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે સદનસીબે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી.

Join Our WhatsApp Community

 

પ્રાપ્ત જાણકારી મુજબ, 21 સપ્ટેમ્બર બુધવારે સાંજે 7:49 વાગ્યે એક એસી લોકલ વિરાર(Virar) માટે રવાના થઈ હતી. દરમિયાન એક કોચ(AC local train coach) માં સામાનની રેક નીચેતૂટી પડ્યો હતો. લોકલ ટ્રેનના એક મુસાફરે આ રેકનો ફોટો ટ્વીટ કરીને પશ્ચિમ રેલવે(western railway)ને ફરિયાદ કરી હતી. પશ્ચિમ રેલવેએ આ ફરિયાદની નોંધ લીધી અને આ રેકને પુનઃસ્થાપિત કર્યો છે. આ ઘટના અંગે પશ્ચિમ રેલ્વેએ જણાવ્યું છે કે રેકનો નટ બોલ્ટ ઢીલો હોવાને કારણે લગેજ રેક તૂટી પડ્યો હતો. તેમજ આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં તમામ એસી લોકલ ટ્રેનની તપાસ કરવામાં આવશે. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.

આ સમાચાર પણ વાંચો : માત્ર ચોમાસામાં નહીં ભર તડકામાં સૂર્યનારાયણની ફરતે સર્જાયું રંગબેરંગી મેઘધનુષ્ય- વિડીયો જોઈને લોકો અચંબામાં- તમે પણ જુઓ

Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
CM Devendra Fadnavis: મુંબઈ બનશે ગ્લોબલ હબ! CM ફડણવીસે રજૂ કર્યો 16 લાખ નોકરીઓનો ‘ગોલ્ડન રોડમેપ’, જાણો સામાન્ય જનતાને શું થશે ફાયદો
Exit mobile version