Site icon

મુંબઈની આ ફાઈવ સ્ટાર હોટલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધમકી આપનારે બોમ્બ ડિફ્યુઝ કરવા માટે માંગી અધધ આટલા કરોડની ખંડણી- પોલીસે શરૂ કરી તપાસ

News Continuous Bureau | Mumbai

છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ આતંકવાદીઓના નિશાના(Targets of terrorists) પર હોય તેમ લાગી રહ્યું છે. મુંબઈ ટ્રાફિક પોલીસને(Mumbai Traffic Police) વોટ્સએપ(WhatsApp) પર ધમકી મળ્યાના થોડા જ દિવસો બાદ હવે શહેરની મોટી હોટલને બોમ્બથી ઉડાવી(bombed) દેવાની ધમકી(Bomb Threat) આપવામાં આવી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ હોટલ પર ફોન કરીને મુંબઈની લલિત હોટલમાં(lalit hotel) બોમ્બ રાખવાની વાત કરી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : દક્ષિણ મુંબઈનો આ મહત્વપૂર્ણ બ્રીજ વર્ષ 2024 સુધી બંધ

પ્રાપ્ત જાણકારી મુજબ સોમવારે સાંજે 6 વાગે એક અજાણ્યા વ્યક્તિએ હોટલ પર ફોન કરીને કહ્યું હતું કે હોટલમાં ચાર જગ્યાએ બોમ્બ રાખવામાં આવ્યા છે. ફોન કરનારે બોમ્બ ડિફ્યુઝ(Bomb Diffuse) કરવા માટે હોટલ પ્રશાસન(Hotel Administration) પાસેથી 5 કરોડ રૂપિયા પણ માંગ્યા હતા. હોટેલે આ અંગેની માહિતી પોલીસને આપી અને પોલીસે દરેક જગ્યાએ તપાસ કરી, પરંતુ પોલીસને કંઈ મળ્યું નહીં, ત્યારબાદ સહાર પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની કલમ(Section of IPC) 385, 336 અને 507 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી. આરોપીઓને શોધવા માટે સાયબર પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે. અત્યાર સુધીની તપાસમાં કોઈ નક્કર માહિતી સામે આવી નથી.

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version